Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઈંડાની લારી ચલાવતા શખ્સ વિરુદ્ધ કરેલી અરજીનો ખાર રાખી સરકારી વકીલ ઉપર હુમલો

11:04 PM Apr 14, 2023 | Vipul Pandya

રાજકોટ શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ છેલ્લા ઘણા સમયથી કથળી રહી છે. તાજેતરમાં જ પોલીસ ઉપર હુમલો થયાની ઘટના સામે આવી હતી. ત્યારે હવે સરકારી વકીલ પર હુમલો થયાનું સામે આવ્યું છે. જેમાં ઈંડાની લારી ચલાવતા શખ્સ વિરુદ્ધ કરેલી અરજીનો ખાર રાખી સરકારી વકીલ મહેશભાઈ જોશી પર હુમલો કરાયો હતો. ઘટનાને પગલે ઇજાગ્રસ્ત હાલતમાં મહેશભાઈને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે. અને પોલીસે આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર, શહેરનાં ન્યુ કોલેજવાડીમાં સરકારી જમીન ઉપર દબાણ કરી અનિશ જુણેજા નામના શખ્સે ઈંડાની લારી શરૂ કરી હતી. જેને લઈને સરકારી વકીલ મહેશભાઈ જોશીએ અસરકારક કાર્યવાહી કરવા અગાઉ પોલીસ કમિશ્નરની સાથે-સાથે  મનપા તંત્રને રજૂઆત કરી હતી. જેને લઈને અનિશ દ્વારા અગાઉ પણ વકીલને ધમકીઓ આપવામાં આવી હતી. ત્યારે આજરોજ અનિશ જુણેજા નામના શખ્સે સરકારી વકીલ મહેશભાઈ જોશી પર હુમલો કરતા તેઓ ઘાયલ થયા હતા. ઘટનાને પગલે તેઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા વકીલોના ટોળા એકઠા થયા હતા. અને ન્યાયની માંગ કરવામાં આવી હતી. 
સમગ્ર મામલે હુમલાનો ભોગ બનનાર સરકારી વકીલ મહેશભાઈના જણાવ્યા મુજબ, અનિશ જુણેજા દ્વારા શહેરના ન્યુ કોલેજવાડીમાં સરકારી જમીન ઉપર દબાણ કરી ઈંડાની લારી શરૂ કરવામાં આવી હતી. જેને લઈને પોતે આ અંગે રજૂઆત કરી ત્યારે પણ અનિશે ધમકી આપી હતી. બાદમાં આજરોજ આ જ વિસ્તાર નજીક આવેલા પોતાના ઘરે અનિશ પહોંચ્યો હતો. અને માર મારીને કાંટાળી ફેનસિંગ ઉપર ધક્કો માર્યો હતો. જેને કારણે પોતાને ઇજા થતાં હાલ સારવાર હેઠળ છે. અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરી છે. આ તકે પોતે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ અનિશે કરેલા દબાણ અંગે બેદરકારી દાખવવા મુદ્દે તેમણે મનપા તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો – પોલીસ ભરતી માટે તૈયારી કરતી યુવતિ ફરી MD ડ્રગ્સ સાથે ઝડપાઇ, નામચીન જલ્લાલુદીનનું નામ ખુલ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.