Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

NDPS Case : હેરોઈનનો જથ્થો વેચાઈ ગયો હોવા છતાં ATS એ કેસ બનાવ્યો

08:00 PM Mar 06, 2024 | Bankim Patel

NDPS Case : ગુજરાતનો વિશાળ દરિયાઈ કાંઠો (Sea Coast of Gujarat) ડ્રગ્સની તસ્કરી માટે કુખ્યાત બન્યો છે. સામાન્ય રીતે ડ્રગ્સના કબજા (પઝેશન) વિના NDPS Case કરવામાં આવતો નથી. ગુજરાત પોલીસ (Gujarat Police) ની તવારીખમાં ગુજરાત એટીએસે (Gujarat ATS) કરેલો આ બીજો ડ્રગ્સ કેસ (NDPS Case) કે જેમાં મુદ્દામાલ નથી. ડ્રગ્સ માફિયા અને તેના પરિવાર સામે એન્ટી ટેરરિઝમ સ્કવૉડે (Anti Terrorism Squad) ડ્ર્ગ્સ રેકેટમાં કાવતરાની ફરિયાદ નોંધવા માટે શું કાર્યવાહી કરી છે અને સમગ્ર મામલાની હક્કિત કેવી રીતે સામે આવી તે જાણવા સમગ્ર અહેવાલ વાંચો…

શું છે સમગ્ર મામલો ?

Gujarat ATS ના ડીવાયએસપી શંકર ચૌધરી (DySP Shankar Chaudhari) ને બાતમી મળી હતી કે, જામનગર જોડીયાનો એક રાવ પરિવાર હેરોઈન (Heroin) નો ધંધો કરે છે. વર્ષ 2023ના સપ્ટેમ્બર/ઑક્ટોબરમાં પાકિસ્તાનના મુર્તુઝા થકી વેરાવળની માછીમારી બોટમાં ટંડેલ ધર્મેન્દ્ર ગોડ 8 કિલો હેરોઈનનો જથ્થો આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ (International Maritime Boundary) માંથી લઈ આવ્યો હતો. કરોડો રૂપિયાનું હેરોઈન વાયા રાજસ્થાન થઈને દિલ્હીમાં એક વિદેશી નાગરિકને પહોંચાડ્યું હતું. આ હક્કિત આધારે તપાસ કરતા આફ્રિકા સ્થિત ઈશા હુસૈન રાવે ડ્રગ્સનો જથ્થો મોકલાવ્યો હતો. ઈશાની પત્ની તાહીરા, પુત્ર અરબાઝ, પુત્રી માસુમા તથા માસુમાનો મંગેતર રિઝવાન નોડે (તમામ રહે. જામનગર જિ.) ડ્રગ્સ રેકેટમાં સામેલ છે. ઓમાન (Oman) ના દરિયા નજીક માછીમારી બોટમાં મૂળ ઉત્તર પ્રદેશનો ધર્મેન્દ્ર કશ્યપ-ગોડ ગત 16 ઑક્ટોબરની વહેલી સવારે 8 કિલો હેરોઈન વેરાવળ કાંઠે લઈ આવ્યો હતો. હેરોઈનનો જથ્થો વેરાવળથી રાજસ્થાન (Rajasthan) ની હદમાં પહોંચાડવામાં આવ્યો હતો. આબુ રોડ (Abu Road) થી બીયાવર જવાના રોડ પર બીજી ટનલ પાસે બીનવારસી મુકવામાં આવેલો હેરોઈનનો જથ્થો માસૂમા અને રિઝવાને મેળવી લઈ જામનગરના આસિફ સમા ઉર્ફ કારાની કારમાં દિલ્હીના તિલકનગર ખાતે એક આફ્રિકન નાગરિકને પહોંચાડ્યો હતો.

Gujarat ATS ને કેવી રીતે મળી હક્કિત ?

ખલાસી પાસેથી મળેલી બાતમી બાદ ગીર સોમનાથ પોલીસે (Gir Somnath Police) 300 કરોડ રૂપિયાના હેરોઈનનો જથ્થો ઝડપી લઈ ટંડેલ ધર્મેન્દ્ર ગોડ, આસિફ સમા સહિત અન્ય આરોપીઓની ધરપકડ કરી હતી. આ મામલામાં ગુજરાત એટીએસની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. તપાસ દરમિયાન આરોપીઓની પૂછપરછમાં આફ્રિકા સ્થિત ઈશા રાવે હેરોઈનનો જથ્થો અગાઉ પણ વેરાવળના કાંઠે મોકલી આપી તેના પરિવારના સભ્યોની મદદથી દિલ્હી (Delhi) મોકલી આપ્યો હોવાની હક્કિત જાણવા મળી હતી.

કેસ નોંધવા કયા-કયા પૂરાવાઓ મેળવાયા ?

આફ્રિકામાં બેઠાં બેઠાં ઈશા રાવ તેના પરિવારના સભ્યોની કરોડોના ડ્રગ્સનો કારોબાર ચલાવતો હોવાનો ઘટસ્ફોટ છતાં Gujarat ATS ની ટીમ કામે લાગી ગઈ હતી. ગીર સોમનાથ પોલીસના ચોપડે નોંધાયેલા NDPS Case ના આરોપીઓ ધર્મેન્દ્ર અને આસિફ તેમજ રાવ પરિવારના સભ્યોની તપાસ આરંભી હતી. સંભવિત આરોપીઓ સહિતના શખ્સોના મોબાઈલ ટાવર લોકેશન (Mobile Tower Location) અને કોલ ડેટા રેકોર્ડ (CDR) ઉપરાંત CCTV ફૂટેજ મેળવવામાં આવ્યા હતા. આ ઉપરાંત હેરોઈનના જથ્થાના વેચાણ પેટે આવેલી રકમમાંથી 26.84 લાખ રૂપિયા ઈશા રાવે આરોપીઓને મોકલ્યા હોવાના પૂરાવા આંગડિયા પેઢીઓમાંથી મેળવી લેવાયા છે. આ તમામ પૂરાવા આધારે આફ્રિકા સ્થિત ઈશાની પત્ની તાહીરા, પુત્ર અરબાઝ અને રિઝવાન નોડેની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ઈશા, ઈશાની પુત્રી માસુમા સહિત 6 આરોપીઓની ધરપકડ બાકી છે.

આ પણ વાંચો – ગુજરાત કોંગ્રેસના વધુ એક MLA નું રાજીનામું, ભાજપમાં ભળશે ?

આ પણ વાંચો – Harsh Sanghvi : રાહુલ ગાંધીની વાત તો હવે એમના પાર્ટીના લોકો પણ નથી કરતા

આ પણ વાંચો – CR Patil : આજે સૌથી વધુ ગુજરાતમાં દરેક પક્ષના નેતાઓ ભાજપમાં બિનશરતી આવવા માગે છે