Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

તરલ ભટ્ટ તોડકાંડમાં સૌથી મોટો ખુલાસો, ગુજરાત ફર્સ્ટના અહેવાલ પર ATS ની તપાસમાં મહોર

11:01 AM Feb 05, 2024 | Maitri makwana

તરલ ભટ્ટ તોડકાંડમાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલ પર ATS ની તપાસમાં મહોર જોવા મળી રહી છે. આ તોડકાંડ અંગે PI તરલ ભટ્ટ દ્વારા ધરકકડ પહેલા જ બધા પુરાવાઓનો નાશ કરી દેવામાં આવ્યા છે. સાથે જ તરલ ભટ્ટે 3 મોબાઈલ, પેનડ્રાઈવ અને લેપટોપને સગેવગે કર્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે.

ગુજરાત ATS ને પુરાવા ના મળતા તપાસમાં અડચણ

ત્યારે ગુજરાત ATS ને કોઈ પુરાવા ના મળી આવતા તેમની તપાસમાં સૌથી મોટી અડચણ ઉભી થઈ છે. હાલ સસ્પેન્ડ PI તરલ ભટ્ટ 4 દિવસના રિમાન્ડ પર છે. સાથે જ ફ્રિઝ કરેલા 386 એકાઉન્ટ ધારકોની પૂછપરછ કરવાની પણ સંભાવના જોવા મળી રહી છે. પરંતુ સટ્ટાના નાણાની લેવડદેવડને લીધે ખાતા ધારકો કશું જ બોલવા માટે તૈયાર નથી.

કાયદાના જાણકાર હોવાના કારણે તમામ પુરાવાઓ નાશ કરી દીધા

PI તરલ ભટ્ટ કાયદાના જાણકાર હોવાના કારણે તમામ પુરાવાઓ નાશ કરી દીધા છે. અને સાથે જ હવે સસ્પેન્ડ PI તરલ ભટ્ટ હવે પોલીસ તપાસમાં પણ કોઈ પ્રકારનો સહકાર આપી રહ્યા નથી. અને પોલીસ પૂછપરછમાં ગોળ ગોળ ફેરવીને જવાબ આપી રહ્યા છે.

રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ તરલ ભટ્ટ તોડકાંડ મામલે નિવેદન

રવિવારે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ તરલ ભટ્ટ તોડકાંડ મામલે નિવેદન આપવામાં આવ્યું હતું. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તરલ ભટ્ટ તોડકાંડ મામલે જે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે અને જે કોઈ માહિતી મેળવવામાં આવી છે તેમાં ગુજરાટ સરકાર દ્વારા પ્રો-એક્ટિવલી પગલા લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો – Gujarat ATS : કયા IPS અધિકારી તરલ ભટ્ટ માટે અમદાવાદ દોડી ગયા ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ