+

મારો ખૌફ રહે તે માટે ધોળા દહાડે હત્યા કરાવી, અતિકનો ઘટસ્ફોટ

માફિયામાંથી રાજકારણી બનેલો અતીક અહેમદ અત્યારે યુપી પોલીસની કસ્ટડીમાં છે. પોલીસ તેના ગુનાઓને લગતા એંગલ પર પ્રશ્નો પૂછી રહી છે. આ પૂછપરછમાં અતીક પોલીસની સામે પોતાનો ગુનો કબૂલી રહ્યો છે. …
માફિયામાંથી રાજકારણી બનેલો અતીક અહેમદ અત્યારે યુપી પોલીસની કસ્ટડીમાં છે. પોલીસ તેના ગુનાઓને લગતા એંગલ પર પ્રશ્નો પૂછી રહી છે. આ પૂછપરછમાં અતીક પોલીસની સામે પોતાનો ગુનો કબૂલી રહ્યો છે.  તેણે 24 ફેબ્રુઆરીના રોજ થયેલા ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસની સામે અનેક કેસોમાં તેની સંડોવણી કબૂલી હતી.
હત્યાનું પ્લાનિંગ કબુલ્યું
અતીકે પોલીસ સમક્ષ કબૂલ્યું છે કે હત્યાનું સમગ્ર પ્લાનિંગ તેનું હતું અને અસદ તેના ઈશારે જ હત્યામાં સામેલ થયો હતો. અતીકે જણાવ્યું કે અશરફે શૂટર્સની વ્યવસ્થા કરી હતી અને અસદની સાથે તમામ શૂટર્સ બરેલી જેલમાં અશરફને મળ્યા હતા અને તેના વિશે સંપૂર્ણ પ્લાનિંગ કર્યું હતું.
ખૌફ રહે તે માટે ધોળા દહાડે હત્યા કરાવી
આતિકે પોલીસને જણાવ્યું કે, ઉમેશ પાલની હત્યા થવા પાછળ બે કારણો હતા, પહેલું કારણ એ છે કે ઉમેશ પાલ અપહરણનો કેસ છેલ્લા તબક્કામાં પહોંચી ગયો હતો. તો બીજું કારણ આપતા અતીકે કહ્યું કે, તે જે રીતે ખુલ્લેઆમ અમારી વિરુદ્ધ બોલી રહ્યો હતો તેનાથી સમાજમાં ખોટો સંદેશો જઈ રહ્યો હતો તેથી જ અમે નક્કી કર્યું કે જો ઉમેશને ધોળા દિવસે મારી નાખવામાં નહીં આવે તો અમારા નામનો ડર ખતમ થઈ જશે. આતિકે કહ્યું કે, ઉમેશને તેના ઘરની બહાર બંને પોલીસકર્મીઓ સાથે મારી નાખવાનો તેનો આખો પ્લાન હતો. તેણે કહ્યું કે, આ ઘટના બાદ અલ્હાબાદના લોકોને ખબર પડી કે અતીક હજુ પણ જીવિત છે.
પાકિસ્તાન કનેક્શન બાદ તપાસનો વ્યાપ વધ્યો
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પૂછપરછ દરમિયાન જ્યારે અતીકે પાકિસ્તાન અને ISI સાથે સંબંધ હોવાની કબૂલાત કરી ત્યારે યુપી પોલીસ ચોંકી ઉઠી હતી. માનવામાં આવી રહ્યું છે કે હવે પાકિસ્તાન એન્ગલની રજૂઆતને કારણે તપાસનો વ્યાપ વધી શકે છે. એટલું જ નહીં, આતિકની ગેરકાયદેસર હથિયારો અંગે પણ પૂછપરછ થઈ શકે છે.
Whatsapp share
facebook twitter