+

ADANI : દાવોસમાં વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં અદાણી સમૂહની કંપનીઓએ તેલંગાણા સાથે 12400 કરોડના 4 એમઓયુ કર્યા

ADANI: વિશ્વની સૌથી મોટી ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓ પૈકીની એક અદાણી પોર્ટફોલિયો અને તેલંગાણા સરકાર આજે દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ-2024 ( World Economic Forum in Davos)માં રુપિયા 12400 કરોડથી વધુના રોકાણ…

ADANI: વિશ્વની સૌથી મોટી ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓ પૈકીની એક અદાણી પોર્ટફોલિયો અને તેલંગાણા સરકાર આજે દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ-2024 ( World Economic Forum in Davos)માં રુપિયા 12400 કરોડથી વધુના રોકાણ માટે ચાર સમજૂતી કરાર (MoUs) પર તંલગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી અને અદાણી ગૃપના ચેરમેન શ્રી ગૌતમઅદાણી (GAUTAM ADANI)ની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતી કરાર તેલંગાણાના હરીત, ટકાઉ, સમાવેશી અને પરિવર્તનશીલ આર્થિક વિકાસ માટે પાયાનું નિર્માણ કરવામાં મદદ કરશે.

100 મેગાવોટના ડેટા સેન્ટરમાં 5000 કરોડનું રોકાણ

આગામી 5-7 વર્ષમાં અદાણી એન્ટરપ્રાઇઝ લિમીટેડ 100 મેગાવોટના ડેટા સેન્ટરમાં 5000 કરોડનું રોકાણ કરશે. રિન્યુએબલ એનર્જી દ્વારા સંચાલીત આ ડેટા સેન્ટરના પ્રોજેક્ટ માટે વૈશ્વિક સ્તરે સક્ષમ સપ્લાયર બેઝ વિકાસવવા કંપની સ્થાનિક MSME અને સ્ટાર્ટઅપ્સ સાથે મળી કામ કરશે. જે 600 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે રોજગારી પુરી પાડશે.

5000 કરોડથી વધુનું રોકાણ

તેલંગાણાના કોયાબેસ્તાગુડેમ ખાતે અદાણી ગ્રીન એનર્જી લિમીટેડ 850 મેગાવોટ અને નાચરમ ખાતે 500 મેગાવોટ ક્ષમતાના બે પંપના સ્ટોરેજ પ્રકલ્પો સ્થાપવા માટે 5000 કરોડથી વધુનું રોકાણ કરશે.

70 એકરમાં આકાર લેનારા સિમેન્ટ પ્લાન્ટના નિર્માણ માટે 1400 કરોડનું રોકાણ

અંબુજા સિમેન્ટ આગામી 5 વર્ષમાં વાર્ષિક 6 મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતાના 70 એકરમાં આકાર લેનારા સિમેન્ટ પ્લાન્ટના નિર્માણ માટે 1400 કરોડનું રોકાણ કરશે. અંદાજે 4 હજારથી વધુ લોકો માટે સીધી અને આડકતરી રોજગારીની તકો ઉપલબ્ધ કરવા સાથે આ પ્રોજેક્ટથી અંબુજાની ઉત્પાદન ક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો થશે.

અંદાજે 1 હજારથી વધુ રોજગારીની તકો

અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેકનોલોજીસ લિમીટેડ અદાણી એરોસ્પેસ પાર્કમાં કાઉન્ટર ડ્રોન અને મિસાઇલ સિસ્ટમના સંશોધન, વિકાસ, ડિઝાઇન, ઉત્પાદન અને એકીકરણ માટે એક વ્યાપક ઇકોસિસ્ટમ સ્થાપવા માટે 10 વર્ષમાં રુપિયા 1000 કરોડથી વધુનું રોકાણ કરશે. અંદાજે 1 હજારથી વધુ રોજગારીની તકો ઉપલબ્ધ કરાવનારા આ પ્રોજેક્ટસ દ્વારા વિકસીત ઇકોસિસ્ટમ ભારતની સંરક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter