Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મારા શરીરમાં અસુરો આવે છે, તેમ કહી સારવાર કરનાર ભરૂચના ઢોંગી બાબાની પોલ ગુજરાત ફર્સ્ટના પત્રકારે ખોલી

02:45 PM Sep 11, 2023 | Vishal Dave

કહેવાય છે ને કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે આવી જ એક પંક્તિ સામે આવી છે . ભરૂચ જિલ્લામાં અને આસપાસના અન્ય જિલ્લાઓમાં સોશિયલ મીડિયા ઉપર એક બાબાનો વિડીયો વાયરલ થયો હતો જેમાં તેણે સનાતનીઓએ તેઓ પાસે નહીં આવવા તેમજ હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા શબ્દો કહ્યા છે..  આ વિડીયો વાયરલ કરતા આ વિડીયો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામે રહેતા વ્યક્તિનો હોવાનું સામે આવ્યું છે

મહિલાઓને ઉંધા અને સીધા સુવડાવી તેમની ઉપર પગ મૂકી ઈલાજ

વાયરલ વીડિયોમાં દેખાતો ઈસમ પોતાને આચાર્ય દિનેશ પ્રસાદ કહે છે અને તેની શોધમાં મીડિયા પણ નીકળી ગઈ હતી, અને મીડિયાની ટીમ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામે જૈન દેરાસરની ખડકી વિસ્તારમાં રહેતા દિનેશ પટેલના ઘરે પહોંચી હતી… જ્યાં તેની સાથે વાત કરતા દિનેશ પ્રસાદે કહ્યું કે તેને સ્વામીજીએ સ્વપ્નમાં કહ્યું કે તું આચાર્ય દિનેશ પ્રસાદ બની જા અને લોકોની સેવા કર.  એટલુંજ નહીં તેણે કહ્યું કે  તેનામાં આંસુરોનો વાસ છે અને તે લોકોના હાથ પગ શરીર દુઃખતા હોય તો તેના દુઃખ દૂર કરે છે.. અને તેમના કેટલાક વિડીયો પણ વાયરલ થયા છે જેમાં મહિલાઓને ઉંધા અને સીધા સુવડાવી તેમની ઉપર પગ મૂકી ઈલાજ કરતો હોય જ્યારે પુરુષના ખભા ઉપર પગ મૂકી ઈલાજ કરતો જોવા મળે છે..

ગુજરાત ફર્સ્ટના પત્રકારે દર્દી બની પોલ ખોલી 

આ વાયરલ વીડિયોમાં ગુજરાત ફર્સ્ટના પત્રકાર દિનેશ મકવાણાએ પણ પોતાની કમર દુઃખે છે તેમ કહી મારો ઈલાજ કરો તેમ કરતા અડધો કલાક સુધી તેણે પગ મુકવા છતાં કોઈ દુઃખ દૂર થયું ન હતું તદ ઉપરાંત અન્ય એક વ્યક્તિ નીતિન માને કે જેને હાથમાં સ્વામીજીનો ફોટો લેવાથી હાથ ધ્રૂજે છે તેવું કહ્યું હતું અડધો કલાક નીતિન માને સ્વામીજીનો ફોટો લઈને બેસી રહ્યા પરંતુ કોઈ પરચો થયો નહીં અને આખરે દિનેશ પટેલ કે જે પોતાને આચાર્ય દિનેશ પ્રસાદ માને છે તે ઢોંગી અને ફ્રોડ હોવાનો ભાંડો ફૂટ્યો હતો

કાવી ગામના પોલીસ મથકથી 200 મીટરના અંતરે દિનેશ પ્રસાદ ગરીબ જનતા સાથે છેતરપિંડી કરતો હોય અને સ્થાનિક પોલીસ અંધારામાં હોય તે વાતને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ ગયા છે, તે સૌથી વધુ ગરીબ અને આદિવાસી તથા શિડયુલ કાસટના લોકોને ભોગ બનાવતો હોવાની પણ માહિતી સામે આવી છે.

 

દેવી દેવતાઓને કાઢવાની બાબતે કંઇક આમ કહ્યું.

વાયરલ વીડિયોના આધારે વીડિયોમાં દેખાતો વ્યક્તિ દિનેશ પટેલ ઉર્ફે આચાર્ય દિનેશ પ્રસાદના ઘરે પહોંચતા તેણે કહ્યું કે મારામાં નેગેટિવ અને પોઝિટિવ અસુરો આવે છે અને તેમાંથી એક નેગેટિવ અસુરે મારી પાસે આવા બફાટ કરાવતા વીડીયો કરાવ્યા છે અને તે બાબતે હું માફી પણ માંગુ છું પરંતુ મારામાં અસુરો છે અને હું લોકોની સારવાર કરું છું.

લોકોના દુઃખ દૂર કરવાનો દાવો કરનાર દિનેશ પટેલ ઉર્ફે આચાર્ય દિનેશ પ્રસાદને નથી સંતાન પ્રાપ્તિ..

લોકોની સારવાર કરતો હોવાના વિડીયો બનાવી વાયરલ કરી છેતરપિંડી કરનાર પાસે મીડિયા પહોંચ્યું હતું અને તપાસ દરમિયાન લોકોના દુઃખ દૂર કરનાર અને પોતાના શરીરમાં અસુરો આવતા હોવાનો દાવો કરનાર ને જ સંતાન પ્રાપ્તિ થતી નથી તેવું સામે આવ્યું હતું… ભગવાન નથી ઈચ્છતા કે મને સંતાન પ્રાપ્તિ થાય તેવું કહી દિનેશપ્રસાદે પોતાનો બચાવ કર્યો હતો.. જે પોતાના દુઃખ દૂર નથી કરી શકતા તે લોકોના દુઃખ ક્યાંથી દૂર કરે તેવા અનેક સવાલો ઊભા થઈ ગયા છે

નથી ઓર્થોપેડિક ડોક્ટરની ડિગ્રી અને પોતાની અંદર અસુરો આવતા હોવાનું કહી લોકોની સારવાર કરી છેતરપિંડી કરતા હોવાના પ્રકરણમાં ખરેખર સાચું શું છે તે તપાસ કરવાનો વિષય પોલીસનો છે જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં આવા અનેક ઢોંગી બાબાઓ જનતાને છેતરવા માટે ઉભા થઇ જશે