Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Astha special train : ભુજથી રામ ભક્તોને અયોધ્યા ખાતે દર્શનાર્થે વિશેષ ટ્રેન રવાના

11:38 PM Feb 24, 2024 | Hiren Dave

ASTHA special train : અયોધ્યા ખાતે રામ મંદિરનું નિર્માણ થયા બાદ રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે દેશનાં ખૂણે ખૂણેથી હજારો ભક્તો અયોધ્યા દર્શને જઈ રહ્યા છે.રામ ભક્તો રામ લલાના દર્શન કરી શકે તે માટે ગુજરાતના વિવિધ શહેરોથી અયોધ્યા સુધી આસ્થા ટ્રેન દોડાવવામાં આવી રહી છે.ભુજ-અયોધ્યા આસ્થા વિશેષ ટ્રેનને (ASTHA special train )આજે સાંસદ વિનોદ ચાવડાએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

 

1344 મુસાફરો સાથેની વિશેષ ટ્રેન અયોધ્યા જવા રવાના થઈ
અયોધ્યામાં ઐતિહાસિક અને ભવ્ય રામ મંદિરની જ્યારથી પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે દૈનિક ધોરણે ભારે જનમેદની ઉમટી રહી છે. ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે અયોધ્યા જઈ રહ્યા છે. ભુજ થી અયોધ્યા સુધીની સીધી આસ્થા ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે.કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ભુજ રેલવે સ્ટેશન ખાતે આસ્થા ટ્રેનને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.આ દરમિયાન ભુજ રેલવે સ્ટેશન જય શ્રીરામના જયઘોષથી ગુંજી ઊઠયું હતું. માહિતી મુજબ, આસ્થા ટ્રેનમાં મુસાફરોને અત્યાધુનિક સુવિધાઓ મળશે. આ ટ્રેનમાં મુસાફરોને પાણી, નાસ્તો, ભોજન, સ્વાસ્થ્ય, સુરક્ષા, મુસાફરી કીટ સહિતની સુવિધા મળશે. ભુજ રેલવે સ્ટેશનથી પ્રથમ આસ્થા ટ્રેનમાં 1344 મુસાફરો સાથેની વિશેષ ટ્રેન અયોધ્યા જવા રવાના થઈ હતી.

 

 

સૌથી વધુ ટ્રેન ગુજરાતમાંથી

જો તમે પણ પ્રભુ રામના દર્શન કરવા માટે અયોધ્યા જવાની તૈયાર કરી રહ્યા છો તો તમારા માટે ભારતીય રેલવેએ અનેક ટ્રેનોની સુવિધા શરૂ કરી દીધી છે. કેન્દ્ર સરકારે રામલલાના દર્શન માટે જવા ઈચ્છતા યાત્રિકો માટે અનેક વિશેષ ટ્રેનોની જાહેરાત કરી છે. સમગ્ર દેશમાંથી અયોધ્યા પહોંચવા માટે 200 વિશેષ ટ્રેન હાલ દોડી રહી છે. તેમાં સૌથી વધુ ટ્રેન પશ્ચિમ રેલવેને મળી છે. દેશમાં સૌથી વધુ 88 ટ્રેન આપણા ગુજરાતમાંથી છે.

 

આ  પણ  વાંચો  – Samadhi Mahotsav :સંતરામ મંદિરમાં 193 મોં સમાધિ મહોત્સવ ઉજવાયો