Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Assembly Election : PM મોદીએ કહ્યું- આ સુશાસન અને વિકાસની જીત છે તો રાહુલ ગાંધીએ હાર સ્વીકારી…

06:13 PM Dec 03, 2023 | Harsh Bhatt

આજે ચાર રાજ્યોના ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ જીત તરફ અગ્રેસર છે તથા તેલંગાણામાં કોંગ્રેસનો વિજય નિશ્ચિત જણાઈ રહ્યો છે. ત્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણીના પરિણામો બાદ PM મોદીએ જનતાનો આભાર માનતા ટ્વીટ કર્યું છે અને તેલંગાણાના લોકો માટે પણ સંદેશ આપ્યો છે.

PM મોદી એ ટ્વીટ કરતાં કહ્યું કે – “મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામો દર્શાવે છે કે ભારતના લોકોને માત્ર સુશાસન અને વિકાસની રાજનીતિમાં વિશ્વાસ છે, તેમનો વિશ્વાસ ભાજપમાં છે. હું આ તમામ રાજ્યોના પરિવારના સભ્યો, ખાસ કરીને માતાઓ, બહેનો, પુત્રીઓ અને અમારા યુવા મતદારોનો, ભાજપ પર તેમના પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદનો વરસાદ કરવા માટે હૃદયપૂર્વક આભાર માનું છું. હું તેમને ખાતરી આપું છું કે અમે તમારા કલ્યાણ માટે અથાક કામ કરવાનું ચાલુ રાખીશું”.

પીએમ મોદીએ ચૂંટણી પરિણામો પર ટ્વીટ કર્યું અને લખ્યું, ‘તેલંગાણાના ભાઈઓ અને બહેનો, ભાજપને સમર્થન આપવા બદલ તમારો આભાર. ભાજપ માટે તમારું સમર્થન છેલ્લા કેટલાક વર્ષોથી વધી રહ્યું છે અને તે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. તેલંગાણા સાથે અમારું બંધન અતૂટ છે અને અમે રાજ્યના લોકો માટે કામ કરવાનું ચાલુ રાખીશું. હું ભાજપના કાર્યકરોના પ્રયાસોની પણ પ્રશંસા કરું છું.

રાહુલ ગાંધીએ પણ સ્વીકારી હાર 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતા રવિવારે કહ્યું કે તેઓ જનતાના આદેશને “નમ્રતાથી સ્વીકારે છે”. કોંગ્રેસ ત્રણ રાજ્યો – મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં હાર તરફ આગળ વધી રહી છે જ્યારે તેલંગાણામાં જીત મેળવી છે.

કોંગ્રેસ સાંસદે કહ્યું, “અમે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના આદેશને નમ્રતાથી સ્વીકારીએ છીએ – વિચારધારાની લડાઈ ચાલુ રહેશે.”તેમણે પક્ષને સત્તા માટે ચૂંટવા બદલ  “તેલંગાણાના લોકો” નો પણ આભાર માન્યો. તેમણે તમામ કાર્યકરોને તેમની “મહેનત અને સમર્થન” માટે તેમનો “હૃદયપૂર્વક આભાર” વ્યક્ત કર્યો.

આ પણ વાંચો — Assembly Election : 3 ડિસેમ્બરે 3 રાજ્યો અને 3 મોટા કોંગ્રેસી નેતાઓનો રાજકીય સૂર્યાસ્ત! શું પાર્ટી લેશે મોટો નિર્ણય ?