+

VVIP કલ્ચરનો અંત લાવવા રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યો આ ઐતિહાસિક નિર્ણય

રેલ મંત્રાલયે VIP કલ્ચરનો અંત આણવા માટે રેલવે મંત્રીએ ઐતિહાસિક નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિભિન્ન સ્તરે વીવીઆઈપી કલ્ચરનો અંત લાવવાના દ્રષ્ટિકોણ હેઠળ હવે કેન્દ્રીય રેલવે મંત્રીએ પોતાના કર્મચારીઓને ઓફિસમાંથી અટેંડેન્ટને બોલવવા માટેની બેલને હટાવવાનું કહ્યું છે. તેમનું કહેવું છે કે, અટેંડેન્ટને બોલાવવા માટે બેલનો ઉપયોગ થવો જોઈએ નહી પણ અધિકારીઓએ અટેંડેન્àª
રેલ મંત્રાલયે VIP કલ્ચરનો અંત આણવા માટે રેલવે મંત્રીએ ઐતિહાસિક નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિભિન્ન સ્તરે વીવીઆઈપી કલ્ચરનો અંત લાવવાના દ્રષ્ટિકોણ હેઠળ હવે કેન્દ્રીય રેલવે મંત્રીએ પોતાના કર્મચારીઓને ઓફિસમાંથી અટેંડેન્ટને બોલવવા માટેની બેલને હટાવવાનું કહ્યું છે. તેમનું કહેવું છે કે, અટેંડેન્ટને બોલાવવા માટે બેલનો ઉપયોગ થવો જોઈએ નહી પણ અધિકારીઓએ અટેંડેન્ટને વ્યક્તિગત બોલાવવો જોઈએ.
પોતાની ઓફિસમાં પણ નિર્ણયની અમલવારી
મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓને કાર્યક્રમ દરમિયાન સ્નેક્સની જગ્યાએ કામ પર ધ્યાન આપવાની પણ ટકોર કરાઈ છે અને ઓફિસમાં બેલ નહી વગાડવાનો નિર્ણય કર્યો છે. રેલમંત્રીએ ઓર્ડરના યોગ્ય રીતે પાલન થાય તે માટે પોતાની ઓફિસમાં પણ આ નિર્ણયની અમલવારી કરી બેલ હટાવી દીધો છે.
જુની વ્યવસ્થા બદલાવવાની સિનિયર અધિકારીઓ ચિંતિત
મંત્રી દ્વારા લેવાયેલા આ અચાનક નિર્ણયથી સિનિયર અધિકારીઓની ચિંતા વધારી દીધી છે. મંત્રીએ પોતાની ઓફિસમાંથી આ બેલ હટાવ્યા બાદ કેટલાંક દિવસો બાદ તેમણે પોતાના મંત્રાલયના કર્મચારીઓને પણ તેનું પાલન કરવા માટે કહ્યું. તેમનું માનવું છે કે, આ એક પુરાતન વ્યવસ્થા છે અને લોકોને બેલ દબાવવાની જગ્યાએ કેટલાક કામો જાતે કરવા જોઈએ કે પછી જરૂર પડ્યે ફોનનો ઉપયોગ કરવો જોઈએ.
VVIP કલ્ચરનો અંત
રેલમંત્રી એ પણ ઈચ્છે છે કે દરેક કર્મચારી પોતાની પુરી ક્ષમતાથી રેલવેને આગળ ચલાવે. એવું પણ શક્ય છે કે જ્યારે VVIP સંસ્કૃતિનો સંપૂર્ણપણે અંત લાવવામાં આવે. આ પહેલા પણ રેલમંત્રી અનેક એવા નિર્ણયો લઈ ચુક્યા છે જેનાથી ઓફિસનું વર્ક કલ્ચર બદલે અને અધિકારીઓ અને સ્ટાફમાં વ્યવસ્થિત વાતચીત થઈ શકે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter