Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આશા પારેખને દાદાસાહેબ ફાળકે એવોર્ડ, અજય દેવગન અને સૂર્યા બેસ્ટ એક્ટર એવોર્ડ એનાયત

07:09 PM Apr 22, 2023 | Vipul Pandya

નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિશ્રીમતી દ્રૌપદી મુર્મૂ (President Draupadi Murmu) દ્વારા 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર(National Film Award)આપવામાં આવ્યા છે. આજે ફિલ્મ જગતની અનેક  જાણીતી હસ્તીઓને નેશનલ એવોર્ડ (National Award)થી સન્માનિત કરવામાં આવી હતી. 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં મનોરંજન સંબંધિત વિવિધ કેટેગરીમાં આજે  એવોર્ડ વિતરણ કરાયું હતું. આ એવોર્ડની જાહેર ગત મહિને કરાિ હતી. જેનો વિતરણ સમારોહનવી દિલ્હીખાતે આજે યોજાયો હતો. આ વખતે બોલિવૂડ એક્ટર અજય દેવગન અને સુરૈયાને બેસ્ટ એક્ટર માટે પસંદ કરવામાં આવ્યા છે. અજય દેવગનને ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયર માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. અજયની ફિલ્મ તાનાજીને બે નેશનલ એવોર્ડ મળ્યા છે.
આ સાથે જ સાઉથ ઈન્ડસ્ટ્રીનો પણ દબદબો રહ્યો. અજય દેવગન (Ajay Devgn)ની સાથે સાઉથના સુપરસ્ટાર સુરૈયાને પણ બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સુરૈયાને ફિલ્મ સૂરરાય પોટારુ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની શરૂઆત સર્વશ્રેષ્ઠ ફિલ્મ અને દિગ્દર્શક સાથે કરવામાં આવી હતી. તમામ નેશનલ એવોર્ડ અપાયા બાદ સાઉથ અને બોલિવૂડના આ બંને સ્ટાર્સને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ફિલ્મ સૂરરાય પોટારુ માટે, ફિલ્મની અભિનેત્રી અપર્ણા બાલામુરલીને રાષ્ટ્રીય પુરસ્કારની સાથે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ તેમજ આ ફિલ્મ માટે શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.

શ્રેષ્ઠ સંગીત નિર્દેશન
વિશાલ ભારદ્વાજને શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શન માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વિશાલને ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘1232 KM’ના ગીત ‘મરેંગે તો વહી જાર’ માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશનનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.
આશા પારેખને દાદાસાહેબ ફાળકે એવોર્ડ
68માં નેશનલ એવોર્ડમાં સૌથી ખાસ નામ પીઢ અભિનેત્રી આશા પારેખનું હતું. ઘણા દાયકાઓ સુધી પોતાના અભિનયથી સૌના દિલ જીતનાર આશા પારેખને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઈવેન્ટ દરમિયાન આશાજીનો એક વીડિયો પણ બતાવવામાં આવ્યો હતો. જેના દ્વારા તેમની ફિલ્મી સફર બતાવવામાં આવી હતી.

શ્રેષ્ઠ ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર
આ વખતે બેસ્ટ ફિલ્મ માટે ઘણી ફિલ્મો પસંદ કરવામાં આવી હતી. કલર ફોટો તેલુગુમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મ બની, શિવરંજિનિયમ ઈનુમ સિલા પેંગાલુ તમિલમાં શ્રેષ્ઠ ફિલ્મ બની અને કન્નડમાં ડોલુ શ્રેષ્ઠ ફિલ્મ બની. આ તમામ ફિલ્મોને નેશનલ એવોર્ડ આપવામાં આવ્યા હતા, સાથે જ આ ફિલ્મોના દિગ્દર્શકને પણ નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.