Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ASER’s report : શૈક્ષણિક સ્થિતિ કથળી ? વાંચનની ક્ષમતામાં ગુજરાતના બાળકો નબળા

12:19 PM Jan 18, 2024 | Hardik Shah

ASER’s report : ગુજરાતમાં શૈક્ષણિક સ્થિતિને લઇને એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. શૈક્ષણિક સ્થિતિને લઈ ASERનો રિપોર્ટ સામે આવ્યો છે જે મુજબ 14થી 18 વર્ષના બાળકોને આજે પણ ફાંફા પડી રહ્યા છે. જણાવી દઇએ કે, 85.20 ટકા બાળકો પોતાની માતૃભાષા પણ વાંચી શકતા નથી. ASER એ દેશના 26 રાજ્યના 28 જિલ્લાઓમાં આ સર્વે કરાવ્યો હતો. ગુજરાતમાંથી આ માટે મહેસાણા જિલ્લો પસંદ કરવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, મહેસાણાના 60 ગામોમાં ASER એ સર્વે કરાવ્યો હતો.

શૈક્ષણિક સ્થિતિને લઈ ASER ના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

ભારતમાં શિક્ષણની સ્થિતિ અંગેના સર્વેનો અહેવાલ એટલે કે વાર્ષિક ધોરણે શિક્ષણનો અહેવાલ (ASER 2023) બહાર પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં દેશની શિક્ષણ વ્યવસ્થાને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ASER રિપોર્ટ દેશના ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ પ્રણાલી અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક કુશળતાની વાસ્તવિકતા સમજાવે છે. ગ્રામીણ વિદ્યાર્થીઓ મૂળભૂત ગણિત પણ હલ કરી શકતા નથી. ASER રિપોર્ટમાં ગ્રામીણ ભારતમાં 14 થી 18 વર્ષના યુવાનોની ડિજિટલ ટૂલ્સની ઍક્સેસ સાથે વાંચન અને ગણિતના કૌશલ્યો વિકસાવવાની ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

માત્ર 57 ટકા વિદ્યાર્થીઓ અંગ્રેજી વાક્યો વાંચી શકે છે

અહેવાલમાં જણાવાયું છે કે, ગ્રામીણ ભારતમાં 14 થી 18 વર્ષની વયના અડધાથી વધુ યુવાનો સામાન્ય વિભાજનની સમસ્યાઓ હલ કરી શકતા નથી, તેમ છતાં આ કૌશલ્યો આદર્શ રીતે ધોરણ 4 ના વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે. માત્ર 57 ટકા વિદ્યાર્થીઓ અંગ્રેજી વાક્યો વાંચી શકે છે. અહેવાલ દર્શાવે છે કે વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી એક મોટો પડકાર છે. શાળામાં નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી માત્ર 57.3 ટકા જ અંગ્રેજીમાં વાક્યો વાંચી શકે છે. જેઓ અંગ્રેજીમાં વાક્ય વાંચે છે તેમાંથી માત્ર 73.5 ટકા જ તેનો અર્થ કહી શકે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 14 થી 16 વયજૂથના એક ચતુર્થાંશ લોકો તેમની પ્રાદેશિક ભાષામાં ધોરણ 2 ના પુસ્તકો પણ સારી રીતે વાંચી શકતા નથી.

આ પણ વાંચો – Bulgarian girl rape case : રાજીવ મોદીના છારોડી ફાર્મ હાઉસ બહાર પોલીસે લગાવી નોટિસ

આ પણ વાંચો – Ramayan Serial નું શૂટિંગ ક્યાં થયું હતું ? જાણો આજે ત્યા કેવો છે માહોલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ