Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

CORONA: કેસ વધતાં અમદાવાદમાં હવે રોજના 500 ટેસ્ટ કરવા નિર્ણય

03:27 PM Jan 02, 2024 | Vipul Pandya

ઠંડીની શરુઆત થતાં જ દેશમાં ફરીથી કોરોના (corona)એ માથું ઉચક્યું છે. ગુજરાતમાં પણ રોજ નવા કેસ નોંધાઇ રહ્યા છે. અમદાવાદ (Ahmedabad) શહેરમાં કોરોના (corona)ના કેસ વધતાં ટેસ્ટિંગની સંખ્યા વધારાઇ છે. હવે અલગ અલગ સ્થળોએ 100ના બદલે 500 ટેસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

100 ને બદલે હવે 500 ટેસ્ટ કરવા નિર્ણય

અમદાવાદ (Ahmedabad)માં કોરોના (corona) ટેસ્ટિંગની સંખ્યા વધારાઈ છે અને 100ને બદલે હવે 500 ટેસ્ટ કરવા નિર્ણય કરાયો છે. આ માટે અર્બન હેલ્થ સેન્ટરમાં રેપીડ ટેસ્ટ કરવામાં આવશે તથા ખાનગી લેબોરેટરીમાં RTPCR ટેસ્ટ કરવામાં આવશે.

આજે કોરોનાના 3 વધુ કેસ

15 દિવસ અગાઉ શહેરમાં કોરોના (corona)ના 100 જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા પણ જેમ જેમ કોરાનના કેસ વધતાં હવે 500 ટેસ્ટ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 3 વધુ કેસ આવ્યા છે. શહેરના બોડકદેવ, વેજલપુર અને ઓઢવ વિસ્તારમાં કોરોનાના નવા કેસ જોવા મળ્યા છે.

2 વ્યક્તિ ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે

કોરોનાના નવા 3 કેસ પૈકી 2 વ્યક્તિ ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે અને બંને મહારાષ્ટ્રથી આવ્યા હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સારવાર લઇ રહેલા 2 દર્દીને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના 60 એક્ટિવ કેસ

હાલની સ્થિતીની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં કોરોનાના 60 એક્ટિવ કેસ છે જેમાં 59 જેટલા દર્દીને હોમ આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે. કોરોનાના કેસ વધતા તમામ પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલમાં ટેસ્ટ શરુ કરાયા છે.

પાણીજન્ય કેસ 900થી વધુ નોંધાયા

બીજી તરફ ઠંડીની સીઝનમાં પણ શહેરમાં રોગચાળો યથાવત રહ્યો છે. ડિસેમ્બર માસમાં પાણીજન્ય કેસ 900થી વધુ નોંધાયા છે તો
ઝાડાઉલ્ટીના 464, કમળાના 128, ટાઈફોઈડના 343 અને કોલેરાના 13 કેસ નોંધાયા છે. શહેરના વટવા, લાંભા, બહેરામપુરા, અમરાઇવાડી, ગોમતીપુર, વસ્ત્રાલમાં કોલેરાના કેસ નોંધાયા છે. ઉપરાંત શહેરમાં મચ્છરજન્ય કેસ 150ને પાર થયા છે. શહેમા સાદા મેલેરિયાના 48, ઝેરી મેલેરિયાના 20, ડેન્ગ્યુના 87ને ચિકનગુનિયાના 02 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો–SURAT ATTACK : સુરતમાં ઉશ્કરાયેલા સિટી બસના ચાલકોએ પોલીસકર્મીને માર માર્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ