Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અંબાણી પરિવારમાં લક્ષ્મીનું આગમન, આકાશ અંબાણીના ઘરે દીકરીનો જન્મ

07:27 PM May 31, 2023 | Hiren Dave

અંબાણીના દીકરા આકાશ અંબાણી અને પુત્રવધુ શ્લોકા બીજી વખત માતા-પિતા બન્યા છે આ વખતે તેના ઘરે એક છોકરીને જન્મ આપ્યો છે. બંનેને એક પુત્ર પૃથ્વી આકાશ અંબાણી છે જે માત્ર બે વર્ષનો છે. શ્લોકા અને આકાશની બીજી બાળકીના સમાચાર હાલમાં વાયરલ થયા છે.કહેવાય છેકે અંબાણી પરિવાર થોડા સમયમાં આ બાબતને બધા સામે લાવશે. દીકરીના આગમનથી સમગ્ર અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છે.

અંબાણી મેન્શન ગણાતા એન્ટેલિયામાં ખુશીઓની લહેર છવાઈ છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણી ફરી એકવાર દાદા-દાદી બની ગયા છે. હાલમાં જ સમાચાર સામે આવ્યા છે કે મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકાએ પુત્રીને જન્મ આપ્યો છે.તે બીજી વખત માતા બની છે. દીકરીના જન્મથી અંબાણી પરિવાર આનંદમાં છે. શ્લોકા મહેતાએ 31 મેના રોજ પુત્રીને જન્મ આપ્યો છે. આકાશ અને શ્લોકાને પૃથ્વી આકાશ અંબાણી નામનો પુત્ર છે. તે બે વર્ષનો છે.

વર્ષ 2020 માં પુત્ર પૃથ્વીને આપ્યો હતો જન્મ 
આકાશ અને શ્લોકા વર્ષ 2020માં પ્રથમ વખત પુત્ર પૃથ્વીના માતા-પિતા બન્યા હતા. 2020માં 10 ડિસેમ્બરે મુકેશ અંબાણીના ઘરે પૌત્રનો જન્મ થયો હતો. પૌત્રના જન્મ પછી તરત જ મુકેશ અંબાણીએ એક તસવીર શેર કરી હતી. આ વખતે પણ કંઈક આવું જ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો સમાચાર પર વિશ્વાસ કરવામાં આવે તો અંબાણી પરિવાર ટૂંક સમયમાં તેની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી શકે છે.

તમને જણાવી દઈએ કે, શ્લોકાની બીજી પ્રેગ્નન્સીના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે અંબાણી પરિવારે કલ્ચરલ સેન્ટરની ઓપનિંગ પાર્ટીનું આયોજન કર્યું હતું. જ્યાં શ્લોકા મહેતા સુંદર સાડીમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરી રહી છે. બંને કલ્ચરલ સેન્ટરની ઓપનિંગ પાર્ટીમાં મીડિયાની સામે પોઝ આપતા જોવા મળ્યા હતા. જ્યાં શ્લોકા મહેતાએ સુંદર સાડીમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર અભિનંદનનો વરસાદ શરૂ થયો.

ચાર વર્ષ પહેલા થયા હતા લગ્ન 
9 માર્ચ 2019ના રોજ, આકાશ અને શ્લોકા મહેતાના લગ્ન ધામધૂમથી થયા હતા. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં બોલિવૂડથી લઈને દેશ અને દુનિયાની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.

આ પણ  વાંચો-PM મોદીએ કોંગ્રેસની દુ:ખતી નસ પર મુક્યો હાથ, કહ્યું-“મનમોહન સરકારમાં તો…