Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

250 બસ, 150 પીકઅપ પોઈન્ટથી હજારો હરિભક્તોને પ્રમુખ સ્વામી નગર પહોંચાડશે AMTS

04:01 PM Apr 16, 2023 | Vipul Pandya

અમદાવાદમાં પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હરિભક્તો અને લોકો સરળતાથી પ્રમુખ સ્વામી નગર સુધી પહોંચી શકે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત AMTS બસની વ્યવસ્થા કરવામાં આવી છે.
બોપલથી 20 બસો
નાગરિકો ઓગણજ પ્રમુખ સ્વામી નગર સુધી પહોંચી શકે એના માટે બોપલના વકીલ સાહેબ બ્રિજથી AMTS માં લોકો જઈ શકે છે. તેના માટે સ્પેશિયલ 20થી વધુ બસો મુકવામાં આવશે. માત્ર 10 રૂપિયા જેટલું નજીવું ભાડું તેના માટે રાખવામાં આવ્યું છે.
250 બસ ફાળવાઈ
શહેરના વિવિધ સ્થળોએથી પ્રમુખ સ્વામી નગર સુધી લોકોને લાવવા લઇ જવા માટે સામાન્ય ભાડાથી બસો ને ફેરવામાં આવશે. સ્વામિનારાયણ સંપ્રદાય અને જે પણ હરિભક્તો દ્વારા બસો માંગવામાં આવશે તેમ ફાળવવામાં આવશે. અમદાવાદમાંથી પ્રમુખસ્વામીનગર આ લોકોને અને સ્વયંસેવકોને આવવા જવા માટે આશરે 250 જેટલી બસો ફાળવવામાં આવી છે. આટલું જ નહિ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મોહોત્સવ માં કાર્યક્રમ સ્થળે પણ બસ દોડવામાં આવશે..જેથી હરિભક્તો ને આસાની રહે.
15 રૂટો આવરી લેવાયા
AMTS ની એક મહિના દરમ્યાન 200 થી વધુ બસો દોડશે. 150 બસ પીકઅપ અને ડ્રોપિંગ માટે દોડવામાં આવશે. 15 જેટલા રૂટ ને કવર કરવામાં આવશે. જેમાં 25 જેટલી બસ પ્રમુખ સ્વામી મહારાજ નગર ની અંદર દોડવામાં આવશે..સાથે જ જો નરોડા નિકોલ જેવા વિસ્તારમાંથી ગ્રૂપમાં આખી બસ બુક કરવામાં આવે તો 4000 રૂપિયાના ખર્ચે બસ સીધી કાર્યક્રમ સ્થળ પર લઇ જવા ને લાવા માટે ફેલાવામાં આવશે.
AMTS નો રેગ્યુલર શેડ્યુલ ડિસ્ટર્બ નહી થાય
આ તમામ AMTS બસ એવી જ રાખવામાં આવી છે જે રૂટ પર એ સમય દરમિયાન બસનો વધારે જરૂરિયાત ન હોય જેથી કરીને મુસાફરોને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.