+

સશસ્ત્ર દળોના હાથ બનશે મજબૂત, આપ્યું અત્યાર સુધીનું સૌથી મોટું ડિફેન્સ બજેટ

કેન્દ્રીય બજેટમાં મોદી સરકારે દેશના સશસ્ત્ર દળોના હાથ મજબૂત કરવાનું કામ કર્યું છે. કેન્દ્ર સરકારે સંરક્ષણ દળો માટે અત્યાર સુધીનું સૌથી વધારે 5.94 લાખ કરોડનું ડિફેન્સ બજેટ આપ્યું છે. ચીન સાથે સરહદ પર સતત ઘર્ષણ વધી રહ્યું છે એવામાં કેન્દ્ર સરકારે સંરક્ષણ પાછળના બજેટમાં વધારો કર્યો છે. નાણામંત્રી નિર્મલા સિતારામને બુધવારે કેન્દ્રીય બજેટ રજૂ કરતાં સંરક્ષણ ક્ષેત્ર માટે રૂ. 5.94 લાખ કર
કેન્દ્રીય બજેટમાં મોદી સરકારે દેશના સશસ્ત્ર દળોના હાથ મજબૂત કરવાનું કામ કર્યું છે. કેન્દ્ર સરકારે સંરક્ષણ દળો માટે અત્યાર સુધીનું સૌથી વધારે 5.94 લાખ કરોડનું ડિફેન્સ બજેટ આપ્યું છે. ચીન સાથે સરહદ પર સતત ઘર્ષણ વધી રહ્યું છે એવામાં કેન્દ્ર સરકારે સંરક્ષણ પાછળના બજેટમાં વધારો કર્યો છે. નાણામંત્રી નિર્મલા સિતારામને બુધવારે કેન્દ્રીય બજેટ રજૂ કરતાં સંરક્ષણ ક્ષેત્ર માટે રૂ. 5.94 લાખ કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે કુલ સંરક્ષણ બજેટમાંથી રૂ. 1.63 લાખ કરોડ (31 ટકા) પગાર માટે અને રૂ. 1.19 લાખ કરોડ (23 ટકા) પેન્શન માટે ફાળવવામાં આવશે. 


ગયા વર્ષ કરતાં 69,000 કરોડ વધારે મળ્યાં સંરક્ષણ સેક્ટરને
મોદી સરકારે ગત વર્ષે સંરક્ષણ માટે  5.25 લાખ કરોડ ફાળવ્યાં હતા પરંતુ આ વખતે એટલે કે 2023માં તેમાં 69,000 કરોડનો વધારો કરીને 5.94 લાખ કરોડ કર્યાં છે. 
સશસ્ત્ર દળો ખરીદી શકશે નવા હથિયારો
આ વખતે સંરક્ષણ બજેટમાં સરકારે નવા હથિયારોની ખરીદી, સશસ્ત્ર દળોના આધુનિકીકરણ, સંરક્ષણ ક્ષેત્ર સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ‘આત્મનિર્ભર ભારત’ પર વિશેષ ભાર મૂક્યો છે. સરકારે ડિફેન્સ બજેટમાં એવા સમયે વધારો કર્યો છે જ્યારે પૂર્વીય સરહદે લગભગ બે વર્ષ કરતાં વધુ સમયથી ચીન સાથે ઘર્ષણ ચાલી રહ્યું છે.
 
હથિયારોની ખરીદી માટે  1.52 લાખ કરોડની ફાળવણી
સંરક્ષણ ઉપકરણોની ખરીદી માટે સરકારે રૂ. 1.52 લાખ કરોડની ફાળવણી કરી છે, જેમાં નવા હથિયાર, એરક્રાફ્ટ, યુદ્ધ જહાજ અને અન્ય સૈન્ય ઉપકરણોની ખરીદીનો સમાવેશ થતો હતો. તેમાં ભારતીય ભૂમીદળને રૂ. 32,015 કરોડ અપાયા હતા. જ્યારે ભારતીય નૌકાદળને રૂ. 46,590 કરોડ અને ભારતીય હવાઈ દળને રૂ. 55,586 કરોડની ફાળવણી કરી હતી.

68 ટકા સંરક્ષણ ઉપકરણોની ખરીદી ઘરેલુ કંપનીઓ પાસેથી
સરકારે જણાવ્યું કે, આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે 68 ટકા સંરક્ષણ ઉપકરણોની ખરીદી ઘરેલુ કંપનીઓ પાસેથી કરાશે. ડિફેન્સ સેક્ટર સાથે સંકળાયેલા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (આરએન્ડડી) માટે રૂ. 18,440 કરોડની ફાળવણી કરાઈ હતી. આ સિવાય ડિફેન્સ સેક્ટર સાથે સંકળાયેલા અન્ય ખર્ચ માટે અંદાજે રૂ. 38,741 કરોડ ફાળવવામાં આવ્યા છે.
આપણ  વાંચો-
Whatsapp share
facebook twitter