+

Appleના CEO ટિમ કૂક અને PM MODI ની મુલાકાત, ભારતમાં iPHONE કરશે મોટું રોકાણ

એપલના સીઈઓ ટિમ કૂકે આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંનેએ વર્તમાન યુગમાં ટેકનોલોજીના વિસ્તરણ અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદી સાથેની મુલાકાત બાદ ટિમ…
એપલના સીઈઓ ટિમ કૂકે આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંનેએ વર્તમાન યુગમાં ટેકનોલોજીના વિસ્તરણ અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદી સાથેની મુલાકાત બાદ ટિમ કુકે ટ્વીટ કરીને મીટિંગની માહિતી આપી અને ફોટો શેર કર્યો. જેમાં વડાપ્રધાન મોદી હાથ જોડીને તેમનું ઉષ્માભેર સ્વાગત કરી રહ્યા છે.
ભારતમાં રોકાણ વધારાશે
પીએમ મોદીને મળ્યા બાદ કૂકે લખ્યું, ‘ઉષ્માભર્યા સ્વાગત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર. અમે બંનેએ ભારતના ભવિષ્ય પર ટેક્નોલોજીની સકારાત્મક અસર વિશે વિઝન શેર કર્યા હતા. આ દરમિયાન કુકે ભારતમાં શિક્ષણ અને વિકાસકર્તાઓથી લઈને ઉત્પાદન અને પર્યાવરણ સુધીના ક્ષેત્રોમાં રોકાણ વધારવા માટે Appleની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

મુંબઇ બાદ દિલ્હીમાં પણ ખુલશે એપલ સ્ટોર
મુંબઈ પછી એપલ સ્ટોર સિલેક્ટ સિટીવોક મોલ દિલ્હીમાં ખુલી રહ્યો છે. એપલના સીઈઓ ટિમ કૂક કંપનીના સત્તાવાર સ્ટોરના ઉદ્ઘાટન પ્રસંગે ગ્રાહકોનું સ્વાગત કરશે. કંપની પાસે એપલ સાકેત સ્ટોર પર 70 થી વધુ રિટેલ ટીમના સભ્યો છે જેઓ ભારતના 18 રાજ્યોમાં ફેલાયેલા છે. અહીંનો સ્ટાફ 15 થી વધુ ભાષાઓ બોલે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter