Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ખેડૂતોની માંગને અમુક અંશે સ્વીકાર કાઢવામાં આવી છે: Anurag Thakur

12:26 AM Feb 14, 2024 | Aviraj Bagda

Anurag Thakur: તાજેતરમાં દેશના ખૂણે ખૂણે માત્ર એક અવાજ સંભળાઈ રહ્યો છે, એ છે દિલ્હી ચલો (Delhi Chalo). આ અવાજને બુલંદ ખેડૂતો (Farmers Protest) દ્વારા કરવામાં આવ્યો છે. ખેડૂતો દ્વારા તેમની માંગ સાથે કેન્દ્ર સરકાર વિરુદ્ધ ફરી વિરોધ પ્રદર્શન (Farmers Protest) જાહેર કરવામમાં આવ્યું છે.

  • ખેડૂત આંદોલન પર કેન્દ્રીય મંત્રીનું નિવેદન
  • અમુક માંગણીઓ ખેડૂતોની સ્વીકારી પણ લીધી
  • ખેડૂતોની માંગની યાદી પર ચર્ચા થશે

ખેડૂત આંદોલન પર કેન્દ્રીય મંત્રીનું નિવેદન

ત્યારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Central Minister Anurag Thakur) વિરોધ કરી રહેલા ખેડૂતોને (Farmers Protest) તેમની માંગણીઓ અંગે સરકાર સાથે ફરી વાતચીતમાં સામેલ થવા વિનંતી કરી હતી. કેન્દ્રીય મંત્રી (Central Minister Anurag Thakur) એ કહ્યું કે કોઈપણ પ્રકારની હિંસા કે મુકાબલો તેમની સમસ્યાઓનો ઉકેલ નથી.

અમુક માંગણીઓ ખેડૂતોની સ્વીકારી પણ લીધી

પત્રકારો સાથે વાત કરતા અનુરાગ ઠાકુરે (Central Minister Anurag Thakur) કહ્યું કે સરકારે મોટી સંખ્યામાં નવી દિલ્હી તરફ (Delhi Chalo) કૂચ કરી રહેલા ખેડૂત સંગઠનો (Farmers Protest) ની કેટલીક માંગણીઓ સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું કે World Trade Organization માંથી ભારતનું બહાર નીકળવું અને મુક્ત વેપાર કરારો રદ કરવા જેવા મુદ્દાઓ પર વ્યાપક ચર્ચાની જરૂર પડશે.

ખેડૂતોની માંગની યાદી પર ચર્ચા થશે

અનુરાગે કહ્યું કે જો તમે ભારતને WTO માંથી બહાર નીકળવાની માંગ કરો છો, FTA રદ કરવામાં આવે, Smart Meater ને નકારી કાઢવામાં આવે અને ખેડૂતોને વીજળી કાયદામાંથી મુક્તિ આપવામાં આવે તો શું કેન્દ્રએ અન્ય હિતધારકો અને રાજ્ય સરકારો સાથે વાત ન કરવી જોઈએ? તેમણે કહ્યું કે સરકારે 12 ફેબ્રુઆરીએ ખેડૂત સંગઠનો સાથેની વાતચીત દરમિયાન સમિતિની રચનાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

આ પણ વાંચો: Minister Arjun Munda: ખેડૂતો દ્વારા શરૂ કરાયેલા આંદોલન “દિલ્હી ચલો” પર કેન્દ્રીય કૃષિ મંત્રીનું નિવેદન