Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કળિયુગના આ શ્રવણ કુમારને જોઈને ગદગદ થઈ ગયા અનુપમ ખેર

06:46 PM Apr 22, 2023 | Vipul Pandya

સોશિયલ મીડિયા પર હંમેશાં એક્ટિવ રહેતા અને પ્રખ્યાત કલાકાર અનુપમ ખેર એક એવી વ્યક્તિ છે જે માત્ર રીલ લાઈફમાં જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ લોકોના દિલ પર રાજ કરે છે. એક્ટિંગ હોય કે સોશિયલ કામ હોય તે ક્યારેય કોઈનું સારું કરવાની તક છોડતા નથી. આ જ તેમને એક સારા માનવી બનાવે છે.
ફરી એકવાર તેમણે દર્શકો અને ચાહકોના દિલમાં પોતાની છાપ છોડી દીધી છે. અનુપમ ખેરે દેશના પ્રથમ બહુભાષી માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ કૂ એપ પર આવી પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટથી દરેકની આંખોમાં આંસુ આવી ગયા છે.  આ લગાણીસભર પોસ્ટમાં તે ફોટામાં જે દર્શાવ્યું છે પ્રાર્થના કરો કે તે સાચું હોય! જો કોઈ આ માણસનું ઠેકાણું કોઇને ખબર હોય, તો કૃપા કરીને અમને જણાવો. @anupamcares તેની માતા સાથે દેશમાં તમામ તીર્થયાત્રાઓને સ્પોન્સર કરવા માટે, જીવનભર જાત માટે સન્માન અનુભવશે.  #MondayMotivation
આ ફોટામાં એવું શું છે?
અનુપમે હાલમાં જ તેમના કૂ હેન્ડલ દ્વારા એક પોસ્ટ શેર કરી છે, જેમાં એક વ્યક્તિએ તેની માતાને તેના ખભાના ટેકે કાવડ પર બેસાડેલો દેખાય છે. કૈલાશ ગિરી બ્રહ્મચારી નામના આ વ્યક્તિ આજના યુગ એટલે કે કળિયુગના શ્રવણ કુમાર તરીકે પ્રખ્યાત થયા છે. માતા પ્રત્યેના અપાર પ્રેમ, આદર, સ્નેહ અને આદર તેમજ અંધાપાના કારણે કૈલાશે આ માર્ગ પસંદ કર્યો.
અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર અપીલ કરી 
તમને જાણીને નવાઈ લાગશે કે આ વ્યક્તિ એક-બે વર્ષથી નહીં પણ 20 વર્ષથી કાવડમાં બેસાડીને માતાને ભારતમાં અનેક તીર્થ સ્થળોની યાત્રા કરાવી રહ્યો છે. પોતાની 80 વર્ષની માતાની ઈચ્છા પૂરી કરવા કૈલાશે દેશભરમાં અનેક તીર્થસ્થાનોની મુલાકાત લીધી છે. હાલમાં બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે આ પોસ્ટ શેર કરી છે કારણ કે તે આ વ્યક્તિને મદદ કરવા માંગે છે. આને યુઝર્સ સાથે શેર કરતાં અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર અપીલ કરી છે કે આ વ્યક્તિ કોઈપણ વ્યક્તિના સંપર્કમાં આવી છે અથવા જો કોઈ જાણતું હોય કે તે ક્યાં રહે છે, તો મને ચોક્કસ જાણ કરો, જેથી હું તેેમનો થોડો ભાર ઓછો કરી શકું.

કળિયુગમાં માતાને પોતાનું જીવન સમર્પિત કરનાર શ્રવણ
વાસ્તવમાં અનુપમ કૈલાશની આવનારી તમામ યાત્રાઓને સ્પોન્સર કરવા માંગે છે. આ અનુપમ ખેરના ઉમદા વ્યક્તિત્વનું ઉદાહરણ છે,  આજના કળયુગમાં માતાને પોતાનું જીવન સમર્પિત કરનાર શ્રવણ કુમાર એટલે કે કૈલાશ ગિરી બ્રહ્મચારી પોતે વિશ્વ માટે એક ઉદાહરણ બની ગયા છે.