Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બ્રાર ગેંગે કરી વધુ એક ગેંગસ્ટરની હત્યા 

08:31 PM Oct 01, 2023 | Vipul Pandya
અમેરિકામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર (Goldie Brar) અને ગુજરાતની અમદાવાદની જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) સતત હત્યાઓને અંજામ આપી રહ્યા છે. આ બંને ગેંગસ્ટરોએ તાજેતરમાં કેનેડામાં સુખદુલની હત્યા કરાવી હતી. ત્યારબાદ બંનેએ હરિયાણાના સોનીપતમાં ગેંગસ્ટર મનજોતની હત્યા પણ કરાવી છે. મનજોત એ શૂટર્સમાંનો એક હતો જેણે ગોલ્ડી બ્રારના ભાઈ ગુરલાલ બ્રારની ગોળીઓ ચલાવીને હત્યા કરી હતી. ગોલ્ડી બ્રારે મનજોતની હત્યાની જવાબદારી લેતા સોશિયલ મીડિયા પર લખ્યું છે.
સોશિયલ મીડિયામાં જવાબદારી લીધી
ગોલ્ડી બ્રારે લખ્યું કે અમે બંબીહા ગેંગના બીજા ગેંગસ્ટરને માર્યો, જેમ સુખદુલ સિંહે સુખાને કેનેડામાં માર્યો, તેવી જ રીતે અમે મનજોતને મારી નાખ્યો. મનજોતે અમારા ભાઈ ગુરલાલ બ્રાર પર ફાયરિંગ કર્યું હતું. તેની હત્યા કરવામાં આવી હતી. હવે અમે ગણતરીઓ કરી છે. અમે દરેકને  મારી નાખીશું. વેઇટ એન્ડ વોચ… મનજોતનો મૃતદેહ હરિયાણાના સોનીપતમાંથી મળ્યો હતો. મનજોત બંબીહા ગેંગ સાથે સંકળાયેલો હતો, તેની સામે ઘણા કેસ નોંધાયેલા હતા.
મનજોતે ફેસબુક પર ગોલ્ડી બ્રાર અને લોરેન્સને ઓપન ચેલેન્જ આપી હતી
કેનેડામાં સુખાની હત્યા બાદ મનજોતે ફેસબુક પર ગોલ્ડી બ્રાર અને લોરેન્સને ઓપન ચેલેન્જ આપી હતી. મનજોતે લખ્યું હતું કે સુખાને લોરેન્સે માર્યો હતો. અમને હાથ લગાડી બતાવો. મનજોતની પોસ્ટના થોડા દિવસો પછી, ગોલ્ડી અને બિશ્નોઈએ તેની હત્યા કરાવી દીધી છે.