Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મોંઘવારીના બોજ તળે દબાયેલા સામાન્ય લોકોના ખીસ્સાં પર વધુ એક બોજો

09:27 PM Apr 19, 2023 | Vipul Pandya

પહેલાથી જ મોંઘવારીના બોજ તળે દબાયેલા સામાન્ય લોકો પર ફરી એક વાર ખિસ્સા પર ભારણ વધી રહ્યો છે. મોંઘવારીનો બોમ્બ હવે આરોગ્ય સ્તરે પણ ફૂટવાનો છે અને તે ફૂટવાને માત્ર ચાર દિવસ બાકી છે. હા, હકીકતમાં નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (MPPA) એ 800 આવશ્યક દવાઓની કિંમતમાં 10.76 ટકા સુધીના વધારાને મંજૂરી આપી છે.

ચાર દિવસ પછી સારવારનો ખર્ચ વધશે, 800 જરૂરી દવાઓના ભાવ વધશે
પહેલાથી જ મોંઘવારીના બોજ નીચે દટાયેલા સામાન્ય લોકો પર બોજ વધવા જઈ રહ્યો છે. મોંઘવારીનો બોમ્બ હવે આરોગ્ય ક્ષેત્રે ફૂટવાનો છે. હકીકતમાં નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (MPPA)એ 800 જેટલી આવશ્યક દવાઓની કિંમતમાં 10.76 ટકા સુધીના વધારાને મંજૂરી આપી છે. નવો ભાવ વધારો 1 એપ્રિલથી લાગુ કરાશે. દેશની સામાન્ય જનતા પહેલાથી જ મોંઘવારીના બોજ તળે દબાયેલી છે અને ક્રૂડ ઓઈલના વધારાને કારણે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વધવાથી તમામ સ્તરે રેકોર્ડ બ્રેક મોધવારીએ માઝી મૂકી છે. છેલ્લાં સાત દિવસમાં છ દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોધપાત્ર વધારો થયો છે અને તેના કારણે  જીવન જરુરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે.  800 જેટલી  દવાઓ મોંઘી થવા જઈ રહી છે.
ભાવ 10.76% વધશે
નોંધનીય છે કે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA)એ ભૂતકાળમાં દવાઓની કિંમતોમાં વધારો કરવાની મંજૂરી આપી છે. આ હેઠળ પેઇન કિલર, ઇન્ફેક્શન, હૃદય, કિડની, અસ્થમા સંબંધિત દર્દીઓને આપવામાં આવતી લગભગ 800 આવશ્યક દવાઓ નવા નાણાકીય વર્ષમાં 10.76 ટકા મોંઘી થશે. આ વધેલા દરો 1 એપ્રિલ 2022થી લાગુ થશે.  દર્દીઓ માટે ઉપયોગી આ દવાઓ નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ (NLEM)હેઠળ કિંમત નિયંત્રણ હેઠળ રાખવામાં આવે છે. NPPAના સંયુક્ત નિર્દેશક રશ્મિ તાહિલિયાનીના જણાવ્યાં અનુસાર, ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ડસ્ટ્રી પ્રમોશન એન્ડ ડોમેસ્ટિક ટ્રેડના આર્થિક સલાહકાર કાર્યાલયે 10.76 ટકા વાર્ષિક વૃદ્ધિને મંજૂરી આપી છે.
સૌથી વધુ  ભાવ વધારો
જો કે, નિષ્ણાતો કહે છે કે સૂચિબદ્ધ દવાઓના ભાવમાં દર વર્ષે વધારો કરવાની છૂટ છે. પરંતુ આ વખતે ભાવવધારો અત્યાર સુધીનો સૌથી વધુ છે. નિષ્ણાતોના મતે  આ પ્રથમ વખત છે જ્યારે સૂચિબદ્ધ દવાઓને નોન-લિસ્ટેડ દવાઓ કરતાં વધુ મોંઘી થવાની મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધીના ભાવ વધારાની વાત કરીએ તો તેમાં વાર્ષિક એકથી બે ટકાનો વધારો થતો હતો. અગાઉ વર્ષ 2019માં NPPAએ દવાઓના ભાવમાં બે ટકા અને ત્યાર બાદ વર્ષ 2020માં 0.5 ટકાના વધારાની મંજૂરી આપી હતી.