+

અફઘાનિસ્તાનમાં આજે ફરી બોમ્બ વિસ્ફોટ, 30 લોકોના મોત, અનેક લોકો ઘાયલ

અફઘાનિસ્તાનમાં 24 કલાકની અંદર બીજી વખત બોમ્બ બ્લાસ્ટથી હચમચી ગયું છે. અફઘાનિસ્તાનના કુન્દુઝ પ્રાંતની મસ્જિદમાં મોટો બોમ્બ વિસ્ફોટ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી પ્રમામે આ ઘટનામાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે. આ સિવાય અનેક  લોકો ઘાયલ થયા છે.મસ્જિદમાં વિસ્ફોટઅફઘાનિસ્તાનના કુન્દુઝ જિલ્લાના પોલીસ વડા હાફિઝ ઉમરે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે આ ઘટના આજે બપોરે મવà
અફઘાનિસ્તાનમાં 24 કલાકની અંદર બીજી વખત બોમ્બ બ્લાસ્ટથી હચમચી ગયું છે. અફઘાનિસ્તાનના કુન્દુઝ પ્રાંતની મસ્જિદમાં મોટો બોમ્બ વિસ્ફોટ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી પ્રમામે આ ઘટનામાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે. આ સિવાય અનેક  લોકો ઘાયલ થયા છે.
મસ્જિદમાં વિસ્ફોટ
અફઘાનિસ્તાનના કુન્દુઝ જિલ્લાના પોલીસ વડા હાફિઝ ઉમરે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે આ ઘટના આજે બપોરે મવલી સિકંદર મસ્જિદમાં બની હતી. તેમણે કહ્યું કે મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ થયો. તે સમયે કેટલાક લોકો મસ્જિદની અંદર નમાઝ અદા કરી રહ્યા હતા. અચાનક થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઘટનાસ્થળે ભયનો માહોલ સર્જાયો હતો અને 30થી વધુ લોકો માર્યા ગયા હતા અને ઘાયલ થયા હતા.  ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ સુધી કોઈ જૂથે હુમલાની જવાબદારી લીધી નથી.
જોકે, અત્યાર સુધીમાં મોટાભાગના વિસ્ફોટો લઘુમતી શિયા મુસ્લિમ સમુદાયને નિશાન બનાવીને કરવામાં આવ્યા છે. વિસ્ફોટને અંજામ આપવાની પદ્ધતિ ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઇન ખોરાસન પ્રાંત (IS-K) જેવી જ છે.
ગઇ કાલે પણ શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા
ઉલ્લેખનીય છે કે હજુ તો ગઇ કાલે એટલે કે ગુરુવારે અફઘાનિસ્તાનમાં કાબુલ, મઝાર શરીફ અને કુન્દુઝમાં પણ બ્લાસ્ટ થયા હતા. પહેલો વિસ્ફોટ મઝાર શરીફમાં શિયા મસ્જિદની અંદર થયો હતો. મઝાર-એ શરીફ ખાતે થયેલા વિસ્ફોટમાં 30 લોકોના મોત થયા હતા જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા હતા. મઝાર-એ શરીફની મસ્જિદમાં થયેલા વિસ્ફોટની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી છે.
સાઈ ડોકન મસ્જિદમાં નમાજ દરમિયાન બ્લાસ્ટ થયો હતો
ઉત્તર મઝાર-એ-શરીફની મુખ્ય હોસ્પિટલના ડૉ. ગૌસુદ્દીન અનવારીએ જણાવ્યું હતું કે ઉત્તર મઝાર-એ-શરીફમાં ત્રણ હુમલાઓ થયા હતા, જેમાં 30 નમાઝીઓ માર્યા ગયા હતા, જ્યારે 40 અન્ય ઘાયલ થયા હતા, જેમને ખાનગી કાર અને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
Whatsapp share
facebook twitter