Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સામાન્ય જનતાને વધુ એક ઝટકો, CNG ગેસમાં ફરી એકવાર થયો ભાવ વધારો

08:24 AM Apr 21, 2023 | Vipul Pandya

દેશમાં મોંઘવારીના મુદ્દે માત્ર વિપક્ષ જ હોબાળો કરતું હોય એવું નથી. સામાન્ય જનતા પણ ક્યાકને ક્યાક આ વધતી મોંઘવારીથી ત્રસ્ત થઇ ગઇ છે. આજે એકવાર ફરી CNG ના ભાવમાં વધારો ઝીંકાયો છે. જેના કારણે જે લોકો CNG ના વાહનો ચલાવે છે તેને મોટો ઝાટકો લાગ્યો છે. ખાસ કરીને રીક્ષા ચલાવતા લોકો માટે આ એક ગંભીર સમસ્યા ઉભી થઇ છે. 
રોજ જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવમાં વધારો હવે સામાન્ય જનતાને ખૂબ પરેશાન કરી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભલે હાલમાં વધારો નથી થઇ રહ્યો પરંતુ CNG ના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. છેલ્લા 5 દિવસમાં ગેસમાં 3.48 રૂપિયાનો વધારો થયો છે. આ ભાવ વધારા બાદ જે CNG ગેસ 85.89 રૂપિયામાં હતો તે વધીને 87.38 થઇ ગયો છે. આ ભાવ વધારાથી સૌથી વધુ માર રીક્ષા ચાલકોને થઇ રહ્યો છે. રીક્ષા ચાલકને જ્યારે ગુજરાત ફર્સ્ટે આ અંગે સવાલ કર્યો તો તેમણે કહ્યું કે, અમને ખૂબ જ તકલીફ પડી રહી છે. દર ત્રણ મહિને ભાવ વધારો કરી દેવામાં આવે છે. અને હવે તો સરકાર પોતાની ઇચ્છા પ્રમાણે ભાવ વધારો કરી દે છે જેના કારણે સામાન્ય જનતા ખૂબ જ હેરાન થઇ રહી છે. રોજ લાવુ અને રોજ ખાવુ તેવા લોકો માટે આજે જીવવું થોડું મુશ્કેલીભર્યું બની ગયું છે. 
ગુરુવારે અમદાવાદમાં રીક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા વિરોધ કરવામાં આવ્યો કે હવે ભાડું વધારવામાં આવે. પરંતુ તેમા કોઇ નિર્ણય લેવામાં આવે તે પહેલા આજે ફરી CNG ગેસના ભાવમાં વધારો થઇ ગયો છે.