Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PI TARAL BHATT CASE : જુનાગઢ તોડકાંડના મુખ્ય સૂત્રધાર PI તરલ ભટ્ટના વધુ એક સાથીદારની ધરપકડ

08:44 AM Mar 15, 2024 | Vipul Sen

જુનાગઢ (JUNAGADH) તોડકાંડ મામલે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કવૉડ (GUJARAT Anti Terrorism Squad) એ તોડબાજ પીઆઈ તરલ ભટ્ટ (PI Taral Bhatt) ના કેસમાં વધુ એક સાથીદારની ધરપકડ કરી છે. જણાવી દઈએ કે, અત્યાર સુધી 2 આરોપી પકડાયા છે જ્યારે PI ગોહિલ (PI A M GOHIL) હાલ પણ ફરાર છે.

જુનાગઢના ચર્ચાસ્પદ તોડકાંડ કેસ મામલે ATS એ તોડબાજ અને મુખ્ય આરોપી PI તરલ ભટ્ટના વધુ એક સાથીદાર ASI દીપક જાનીની (Dipak Jani) ધરપકડ કરી છે. ધરપકડ બાદ આરોપીને જેલહવાલે કરાયો છે. અત્યાર સુધી આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપી પીઆઈ ગોહિલ (PI A M GOHIL) હાલ પણ એટીએસની પકડથી દૂર છે. જણાવી દઈએ કે અગાઉ આ કેસમાં Gujarat ATS એ સસ્પેન્ડેડ PI Taral Bhatt ના ખાનગી ભાગીદાર દીપ શાહની (Deep Shah) ધરપકડ કરી હતી અને કેટલાંક મહત્ત્વના પૂરાવાઓ એકત્ર કર્યા હતા. ATS Gujarat એ દીપ શાહ અને વિશાલ નામના બે શખ્સોને શોધી કાઢી તેમની પૂછપરછ હાથ ધરી હતી.

બેંક ખાતા ફ્રીઝ કરી લાખો રૂપિયા ખંખેરવાનું કૌભાંડ

આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તરલ ભટ્ટના ઈશારે જે બેંક એકાઉન્ટ (Bank Account) ફ્રીઝ કરાવ્યા હતા તેને ખોલવા માટે આવતા ખાતેદારો પાસેથી ખંખેરવામાં આવતા લાખો રૂપિયા દીપ શાહ સ્વીકારતો હતો. દીપ શાહે (Deep Shah) ચાલીસેક લાખ જેટલી તોડની રકમ તરલ ભટ્ટના ઈશારે સ્વીકારી છે. આ કેસમાં પીઆઈ એ. એમ. ગોહીલ (PI A M Gohil) જે હાલ પણ ફરાર છે, પીઆઈ તરલ ભટ્ટ (PI T R Bhatt) અને હથિયારી ASI દિપક જાની (Dipak Jani) ના નામ સામે આવતા પોલીસ બેડમાં ભારે ચકચાર મચી હતી. જો કે, આ ત્રણેય સામે નામ જોગ FIR હોવા છતાં ગુજરાત એટીએસે (Gujarat ATS) ધરપકડમાં કોઈપણ પ્રકારની ઉતાવળ દાખવી નહોતી. જો કે, મહા તોડકાંડના સૂત્રધાર તરલ ભટ્ટની ધરપકડ કર્યા બાદ બબ્બે વખત રિમાન્ડ મેળવીને Gujarat ATS ના ડીવાયએસપી શંકર ચૌધરી (DySP Shankar Chaudhari) એ કેસની મહત્ત્વની કડીઓને જોડી, કેટલાંક ઠોસ પૂરાવાઓ એકઠાં કરી લીધા છે. ત્યારે હવે આ કેસમાં ગુજરાત એટીએસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો – Rajkot : તરલ ભટ્ટ બાદ વધુ એક PI વિવાદમાં, રૂ. 40 લાખના તોડમાં રાતોરાત કરાઈ બદલી

આ પણ વાંચો – ATS Gujarat : તોડના રૂપિયા ઉઘરાવતા PI તરલ ભટ્ટના ભાગીદારની ધરપકડ

આ પણ વાંચો – Botad Town Rape Case: “તારો અંગત વીડિયો છે”, કહીને સગીરા સાથે આચર્યું દુષ્કર્મ