+

Anna: કેજરીવાલના ગુરુ રહી ચૂકેલા અન્ના હજારેની આવી પ્રતિક્રિયા

Anna Hazare : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની ધરપકડ પર સમાજસેવક અન્ના હજારે (Anna Hazare )ની પહેલી પ્રતિક્રિયા આવી છે. અન્ના હજારે (Anna Hazare )એ કેજરીવાલની ધરપકડને તેમના કૃત્યોનું…

Anna Hazare : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની ધરપકડ પર સમાજસેવક અન્ના હજારે (Anna Hazare )ની પહેલી પ્રતિક્રિયા આવી છે. અન્ના હજારે (Anna Hazare )એ કેજરીવાલની ધરપકડને તેમના કૃત્યોનું ફળ ગણાવ્યું છે. અન્ના હજારેએ એ પણ યાદ કર્યું કે કેજરીવાલ એક સમયે તેમની સાથે દારૂના વિરોધમાં અવાજ ઉઠાવતા હતા. અન્નાએ એ વાતનું દુ:ખ વ્યક્ત કર્યું કે એક સમયે તેમની સાથે દારૂની વિરુદ્ધ કામ કરનારાઓએ દારૂની નીતિ બનાવવાનું શરૂ કર્યું.

તેમના કૃત્યના કારણે તેમની ધરપકડ કરવામાં આવી

મહારાષ્ટ્રમાં તેમના ગામ રાલેગણ સિદ્ધિથી એક નિવેદન જારી કરતા હજારેએ કહ્યું, ‘મને ખૂબ જ દુઃખ છે કે અરવિંદ કેજરીવાલ જેવો વ્યક્તિ, જે મારી સાથે કામ કરતો હતો. અમે દારૂ અંગે અવાજ ઉઠાવ્યો હતો, આજે તે દારૂની નીતિ બનાવી રહ્યા છે. મને આ વાતનું દુઃખ લાગ્યું. પણ શું કરું, સત્તાની સામે કશું જ ચાલતું નથી. છેવટે, તેમના કૃત્યના કારણે તેમની ધરપકડ કરવામાં આવી. જો અમે આ વાતો ન કહી હોત તો ધરપકડનો પ્રશ્ન જ ન હોત. જે પણ થયું છે તે કાયદાકીય રીતે થશે, સરકાર તેને જોશે.

કેજરીવાલના ગુરુ રહી ચૂકેલા અન્ના હજારેએ તેમને આંચકો આપ્યો

ઉલ્લેખનિય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ગુરુવારે રાત્રે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. કેજરીવાલની ધરપકડ બાદ AAPના નેતાઓ અને કાર્યકરો સતત વિરોધ કરી રહ્યા છે. સાથે જ વિરોધ પક્ષોએ પણ કેજરીવાલની ધરપકડનો વિરોધ કર્યો છે. જો કે આ બધાની વચ્ચે એક સમયે કેજરીવાલના ગુરુ રહી ચૂકેલા અન્ના હજારેએ તેમને આંચકો આપ્યો છે.

આ પણ વાંચો—- Kejriwal : એક નિવેદન અને ફસાયા કેજરીવાલ…!

આ પણ વાંચો— Arvind Kejriwal સામે એક્શન લેવાતા AAP ની આડોડાઇ, સમર્થકોને રસ્તા પર ઉતરવાની અપીલ…

આ પણ વાંચો—- Arvind Kejriwal : CM અરવિંદ કેજરીવાલની ધરપકડ, દારૂ કૌભાંડમાં પૂછપરછ બાદ ED ની કાર્યવાહી

Whatsapp share
facebook twitter