Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Anantnag : એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા,લશ્કર-એ-તૌયબાના આતંકવાદી ઉઝૈર ખાનને કર્યો ઠાર

04:15 PM Sep 19, 2023 | Hiren Dave

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ લશ્કર-એ-તૌયબાના આતંકવાદી ઉઝૈર ખાનને ઠાર કર્યો છે. કાશ્મીરના એડીજીપી વિજય કુમારે કહ્યું કે અનંતનાગમાં આતંકવાદી ઉઝૈર માર્યો ગયો છે. મૃતદેહની શોધ કરવામાં આવી રહી છે, જે આતંકવાદીનો હોઈ શકે છે. સર્ચ ઓપરેશન ચાલુ જ રહેશે કારણ કે અહીં મોટા પ્રમાણમાં હથિયારોનો જથ્થો મળી આવ્યો છે. આ ઓપરેશનમાં ચાર જવાનો પણ શહીદ થયા છે.

 

હાલમાં અનંતનાગમાં ચાલી રહેલ એન્કાઉન્ટર પૂર્ણ થયું છે. આવી સ્થિતિમાં હવે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેનું કારણ એ છે કે આતંકવાદીઓ સાથે જોડાયેલી વસ્તુઓ અહીં હાજર હોઈ શકે છે. આ ઓપરેશનમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે, જ્યારે ચાર જવાન શહીદ થયા છે. સેના ત્રીજા આતંકીના મૃતદેહને પણ શોધી રહી છે. હાલમાં સેનાએ આ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. સેનાના જવાનો જંગલોમાં આતંકવાદીઓને શોધવામાં વ્યસ્ત છે.

 

કેટલાક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલુ રહેશે

ADGP વિજય કુમારે મંગળવારે અનંતનાગ ઓપરેશનને લઈને મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું, ‘સર્ચ ઓપરેશન ચાલુ રહેશે કારણ કે ઘણા વિસ્તારો બાકી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે તે વિસ્તારોમાં ન જાય. અમને બેથી ત્રણ આતંકવાદીઓ વિશે માહિતી મળી હતી. ‘એવી શક્યતા છે કે અમને ત્રીજો મૃતદેહ પણ ક્યાંક મળી શકે. આ કારણોસર અમે સર્ચ ઓપરેશન ચાલુ રાખવાના છીએ.

 

આ  પણ  વાંચો –લોકસભામાં રજૂ થયું ‘નારી શક્તિ વંદન એક્ટ’ બિલ