+

ANANT AMBANI RADHIKA MERCHANT PRE WEDDING : અંબાણી પરિવારે જમાવ્યો રંગ, સંગીતની દુનિયાના મહારથીઓ પણ પહોંચ્યા જામનગર

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું આ પ્રી વેડિંગના ફંકશન ભવ્ય રીતે હાલ જામનગર ખાતે ચાલી રહ્યું છે. ત્યારે આજરોજ આ ઈવેન્ટનો અંતિમત્રીજા  ત્રીજો દિવસ છે. આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે…

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું આ પ્રી વેડિંગના ફંકશન ભવ્ય રીતે હાલ જામનગર ખાતે ચાલી રહ્યું છે. ત્યારે આજરોજ આ ઈવેન્ટનો અંતિમત્રીજા  ત્રીજો દિવસ છે. આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે આજરોજ પણ વીવીઆઇપી મહેમાનો પહોંચ્યા હતા. આજરોજ આ ત્રીજા દિવસે સંગીતની મહેફિલ માટે અરિજિત સિંહ અને અકોન પહોંચ્યા છે. એટલું જ નહીં અંબાણી પરિવારના આ હરખના અવસરનો ભાગ બનવા માટે સુપરસ્ટાર રજનીકાંત પણ પહોંચ્યા હતા.

હોલીવૂડ સ્ટાર અકોન મચાવશે ધમાલ 

ફિલ્મ ‘રા વન’નું ‘છમ્મક ચલો’ ગીત ગાઈને લાઇમલાઇટમાં આવેલા સિંગર એકોનને કોઈ ઓળખની જરૂર નથી. ગાયક હોવા ઉપરાંત, એકોન નિર્માતા, લેખક, ઉદ્યોગપતિ અને અભિનેતા પણ છે. એકોનનું પહેલું આલ્બમ ‘ટ્રબલ’ હતું પરંતુ તેને ‘લોક્ડ અપ’ થી ઓળખ મળી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં પોતાની ધૂનનો જાદુ કરવા એકોન જામનગર પહોંચી ગયો છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં જબરદસ્ત પ્રદર્શન ચાલુ છે. આ દરમિયાન પ્રખ્યાત ગાયક અરિજીત સિંહ પોતાની ધૂનનો જાદુ બતાવવા જામનગર પહોંચી ગયા છે.

અરિજિત અને અકોન મચાવશે ધૂમ 

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના આ પ્રી વેડિંગના ફંકશનમાં ત્રીજા દિવસે પણ ભારે મોજ થવાની છે. આજરોજ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેની થીમ સિગ્નેચર હશે. આ થીમ માટેનો ડ્રેસ કોડ હેરિટેજ ઈન્ડિયન તરીકે રાખવામાં આવ્યો છે. રાત્રે નૃત્ય અને ગીતોનું અદભૂત પ્રદર્શન થશે. આ માટે ઘણી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાણી પરિવાર આ કાર્યક્રમમાં હાજરી આપવા આવનાર મહેમાનોની યજમાનીમાં કોઈ કસર છોડશે નહીં.

અંબાણી પરિવારે રંગ જમાવ્યો 

અંબાણીના પરિવારના આ ઉત્સવમાં ઘણા બધા vvip લોકો હાજર છે. પરંતુ તો પણ જો કોઈએ સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હોય તોતે અંબાણી પરિવાર પોતે છે. હાલ મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીના ઈવેન્ટમાં કરેલ કપલ ડાંસ જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થયા. અને તેમના આ ફોટોસ પણ હાલ સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થઈ રહ્યા છે. વધુમાં મુકેશ અંબાણીના પુત્રી અને જમાઈ ઈશા અંબાણી અને આનંદ પીરામલે પણ તેમના ડાન્સ પરફોર્મન્સથી ફંક્શનમાં આકર્ષણ જમાવ્યું હતું.

સંજુ બાબા પણ આજે પહોંચ્યા અંબાણીના આંગણે 

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના આ ઈવેન્ટમાં અત્યાર સુધી ઘણા બોલીવુડ કલાકારો આવી પહોંચ્યા હતા. ત્યારે આ નામોમાં હવે સંજય દત્તનું નામ પણ શામેલ થયું છે. આજરોજ જામનગર ખાતે અંબાણી પરિવારના ઉત્સવમાં ભાગ લેવા માટે તેઓ પહોંચ્યા હતા.

સાઉથ સુપરસ્ટાર રજનીકાન્ત પણ આજે જામનગર પહોંચ્યા 

આ ઈવેન્ટમાં આજરોજ સાઉથ ઈન્ડિયાના મેગા સુપરસ્ટાર રજનીકાંત પણ અંબાણીના પરિવારના હરખના આ પ્રસંગમાં ભાગ લેવા માટે જામનગર પહોંચ્યા હતા. નોંધનીય છે કે સુપરસ્ટાર રજનીકાંત અહી આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે તેમના પરિવાર સાથે પહોંચ્યા હતા.

આ પણ વાંચો — CM Bhupendra Patel Vadodara: વડોદરામાં કુલ 22.05 કરોડના ખર્ચે નવી કચેરીનું કર્યું નિર્માણ, મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

Whatsapp share
facebook twitter