Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Anand SOG Police: કેમ આણંદમાંથી વારંવાર નકલી માર્કશીટ બનાવી આપતી ગેંગ ઝડપાઈ રહી?

06:14 PM Apr 06, 2024 | Aviraj Bagda

Anand SOG Police: ગુજરાત રાજ્યમાં (Gujarat) નકલી માર્કશીટ (Marksheet) અને સર્ટિફિકેટ (Certificate) બનાવવાનું મોટુ કારખાનું ચાલી રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે. રાજ્યમાંથી અવાર-નવાર નકલી માર્કશીટ (Marksheet) અને સર્ટિફિકેટ (Certificate) બનાવી આપતા લોકોની ગેંગ ઝડપી પાડવામાં આવતી હોય છે. ત્યારે વધુ એકવાર રાજ્યમાંથી એક ગેંગેને ઝડપી પાડવામાં આવી છે.

  • આણંદમાંથી બોગસ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું
  • આણંદમાંથી 2 વ્યક્તિઓની કરાઈ ધરપકડ
  • SOG પોલીસે આગળ તપાસ હાથ ધરી 

Anand SOG Police

ગુજરાતના આણંદ જિલ્લા (Anand) માંથી વધુ એક બોગસ માર્કશીટ (Marksheet) કૌાભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. આણંદ (Anand) માં આવેલા વેંડોર ચાર રસ્તા પાસે શિવ ઓવર્સિસ નામની એક ફર્મ ચલાવવામાં આવતી હતી. આ ખાનગી સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને નકલી માર્કશીટ (Marksheet) બનાવી આપવામાં આવતી હતી. પરંતુ આ માર્કશીટ (Marksheet) ઘરવાતા બે વિદ્યાર્થીઓની જ્યારે શૈક્ષણિક સંસ્થામાં રજૂ કરી હતી.

આણંદમાંથી 2 વ્યક્તિઓની ધરપકડ કરાઈ

ત્યારે શૈક્ષણિ સંસ્થાઓએ નકલી માર્કશીટ (Marksheet) હોવાનું જાહેર કરીને પોલીસને આ બાબતે અંગે જાણ કરી હતી. ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યારે આ મામલે આગળ આણંદની SOG પોલીસે (SOG Police) તપાસ શરૂ કરી હતી. ત્યારે SOG પોલીસે (SOG Police) આણંદમાંથી 2 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આ બંને વ્યક્તિઓ વિદ્યાર્થીઓેને વિદેશ જવા માટે નકલી માર્કશીટો બનાવી આપતા હતા.

Anand SOG Police

માર્કશીટના આધારે અનેક વિદ્યાર્થીઓ પહોંચ્યા વિદેશ

પોલીસે (SOG Police) બંને આરોપની ધરપકડ કરી આગળ તજવીજ હાથ ધરી છે. તો SOG પોલીસ (SOG Police) ની પૂછપરછ દરમિયાન વધુ ખુલાસાઓ થઈ શકે છે. તે ઉપરાંત પોલીસે (SOG Police) આ કેસમાં બીજા કેટલા લોકો જોડાયેલા છે, તે ઉપરાંત આ માર્કશીટને આધારે કેટલા વિદ્યાર્થીઓ વિદેશ પહોંચી ગયા છે. તે દિશામાં ખાસ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: VADODARA : બરોડા મેડિકલ કોલેજ પહોંચ્યું મતદાર જાગૃતિ અભિયાન

આ પણ વાંચો: VADODARA : વેકેશનની શરૂઆતમાં પાલિકાની ટીમનું ફૂડ ચેકીંગ ડ્રાઇવ

આ પણ વાંચો: LOKSABHA 2024 : ચૂંટણીમાં મુક્ત પ્રતીકોમાં સૌથી વધુ ઉપલબ્ધ શાકભાજી અને ફળફળાદીના ચિહ્નો