Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Anand Physiotherapy Collage: ફિઝીયોથેરાપીની કોલેજમાં એકાએક ભયાવહ આગ ભભૂકી ઉઠી

06:17 PM Mar 31, 2024 | Aviraj Bagda

Anand Physiotherapy Collage: રાજ્યમાં વધુ એક શિક્ષણ ક્ષેત્રે (Education Center) રાજ્ય સરકાર (Gujarat) ની ઘોર બેદરકારી સામે આવી છે. આણંદ (Anand) માં આવેલી આવેલી બી જી પટેલ ફિઝીયોથેરાપી કોલેજ (B G Patel College Of Physiotherapy) માં આગ (Fire) ફાટી નીકળી હતી. જોકે હાલમાં સમગ્ર સ્થિતિ કાબુમાં મેળવી લેવામાં આવી છે.

  • આણંદની ફિજીયોથેરાપી કોલેજમાં લાગી ભંયકર આગ
  • તાત્કાલિક અગ્નિશામક દળ ઘટના સ્થળ હાજર
  • વિદ્યાર્થીઓ સહિત કુલ 20 લોકોનો બચાવ કરવામાં આવ્યો

Anand Physiotherapy Collage

આપણે જાણીયે છીએ ગુજરાતમાં અવાર-નવાર શિક્ષણ ક્ષેત્રે અપૂરતી સુવિધો અને બેદકારીને કારણે વિદ્યાર્થી (Students)ઓ સાથે જાનહાનિની ધટનાઓ સામે આવતી હોય છે. ત્યારે રાજ્ય સરકાર (Gujarat) દાવા કરતી જોવા મળે છે કે, શિક્ષણ ક્ષેત્રે (Education Center) વિદ્યાર્થીઓ (Students) ની સુરક્ષાને લઈ વિવિધ નિયમ-કાનૂન અને ટીમો તૈયાર કરવામાં આવી છે. શાળાઓ અને કોલેજોમાં આદેશ જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ આ બધુ કહેવાપાત્ર સાબિત થતું જોવા મળતું હોય છે.

તાત્કાલિક અગ્નિશામક દળ ઘટના સ્થળ હાજર

Anand Physiotherapy Collage Fire

આજરોજ આણંદ જિલ્લા (Anand) માં આવેલી બી. જી. પટેલ ફિઝીયોથેરાપી કોલેજ (B G Patel College Of Physiotherapy) માં આગ ફાટી (Fire) નીકળી હતી. કોલેજના બીજા માળે આવેલા ઓડીટોરીયમમાં એક સાથે આગના ગોટા નીકળવા લાગ્યા હતા. તેના કારણે કોલેજ (B G Patel College Of Physiotherapy) માં ભારે અફરા-તફરી મચી પડી હતી. ત્યારે તાત્કાલિક ધોરણે અગ્નિશામક દળ ઘટના સ્થળ પર હાજર થઈ ગયું હતું.

વિદ્યાર્થીઓ સહિત કુલ 20 લોકોનો બચાવ કરવામાં આવ્યો

Anand Physiotherapy Collage Fire

જોકે કોલેજ (B G Patel College Of Physiotherapy) ના બીજા માળે હાજર કુલ 20 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તેમાં મોટાભાગે વિદ્યાર્થી (Students) ઓ અને દર્દીઓ હતા. ત્યારે મળતી માહિતી મુજબ એ સામે આવ્યું છે કે, કોલેજના બીજ માળે જે આગ લાગી હતી. તેનું મુખ્ય એસીમાં થયેલું શોર્ટ સરકીટ હતું. પરંતુ આ બાબતને લઈ હજુ સુધી કોઈ ચોક્કસ પુરાવો મળ્યા નથી.

આ પણ વાંચો: VADODARA : લોકસભા બેઠક પર ડેમેજ કંટ્રોલને લઇ પ્રભારીએ કહ્યું “EVERYTHING IS CLEAR”

આ પણ વાંચો: Rajkot BJP Office: 15 વર્ષ બાદ ગુજરાતના ભાજપના ગઢ રાજકોટમાં મુખ્ય કાર્યાલય પર લાગ્યા તાળા

આ પણ વાંચો: VADODARA : ભર બપોરે મહિલા કાર ચાલકે ટુ વ્હીલર પર જતા દંપતિને ફંગોળ્યા, એકનું મોત