Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

તમે ક્યારેય નદીનો જન્મ થતાં જોયો છે..? જુઓ આ અદ્ભૂત વીડિયો..!

07:31 PM Jul 04, 2023 | Vipul Pandya
તમે કુદરતના ઘણા દ્રશ્યો જોયા હશે, પરંતુ નદીના જન્મનું આ સુંદર દ્રશ્ય તમે ભાગ્યે જ જોયું હશે. અહીં રજૂ કરેલા વીડિયોમાં જોવા મળે છે કે  કેવી રીતે પાણીનો પ્રવાહ જંગલની મધ્યમાં પોતાનો માર્ગ બનાવે છે અને નદીને જન્મ આપે છે.
નદીના જન્મનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
પ્રકૃતિ જેટલી સુંદર છે, તેટલો જ અદભૂત જાદુ તે આપણને દરરોજ બતાવે છે. નદીઓ, પર્વતો, જંગલો, આ બધું આપણને જીવનની ઘણી ફિલોસોફી સમજાવે છે.  જીવનદાયી કહેવાતી નદી કેવી રીતે આકાર લે છે, કેવી રીતે જન્મ લે છે તે તો આપણે જાણતા નથી, પરંતુ હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં નદીનો જન્મ જોવા મળી રહ્યો છે, જે ખરેખર આશ્ચર્યજનક છે. . ભારતીય વન સેવાના એક અધિકારીએ ટ્વિટર પર આવો જ એક રોમાંચક વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ફોરેસ્ટ ઓફિસરે શેર કર્યો વીડિયો
ફોરેસ્ટ ઓફિસર પરવીન કાસવાને પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર અદૂભૂત વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તમે નદીની રચના જોઈ શકો છો. નદીનું પાણી કેવી રીતે ઉંચી-નીચી જમીન પર રસ્તો બનાવતા જંગલમાંથી પસાર થઈ રહ્યું છે અને નદી ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી રહી હોય તેવું લાગી રહ્યું છે. વન એ નદીની માતા છે, જેના ખોળામાં નદી જન્મ લે છે અને ખીલે છે. આ જંગલની ધરતી પર ફેલાયેલી નદીનું પાણી પોતાનો માર્ગ બનાવે છે અને પાણીના પ્રવાહને જન્મ આપે છે અને આગળ જતાં આ જળપ્રવાહ નદી કહેવાય છે.
વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે
આ વીડિયોને શેર કરતા પરવીન કાસવાને કેપ્શનમાં જણાવ્યું છે કે, સવારે 6 વાગે તેમની પેટ્રોલિંગ ટીમે જંગલમાં નદીની રચનાનો આ નજારો જોયો. આ વીડિયો ખરેખર અદભૂત છે અને તેની સતત પ્રશંસા થઈ રહી છે. અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ લોકો તેને જોઈ ચુક્યા છે અને વીડિયો વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યો છે. એક તરફ જ્યાં માનવી જંગલો કાપીને નદીઓ પર કોંક્રીટની દીવાલો ઉભી કરીને કુદરત સાથે અન્યાય કરી રહ્યો છે, ત્યાં બીજી તરફ જંગલની વચ્ચે નદીના જન્મનો આ નજારો એ હકીકતનું ઉદાહરણ છે કે પ્રકૃતિ પોતાની રીતે પોતાનું નિર્માણ કરી દે છે…