+

દેશમાં અપરિણીત યુવાઓની સંખ્યામાં વધારો, રેશિયો 23 ટકાએ પહોંચ્યો

છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં અપરિણીત યુવાનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. સરકાર દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે. સર્વેના ડેટા અનુસાર, દેશમાં 15-29 વર્ષની વયજૂથમાં અપરિણીત વ્યક્તિઓનું પ્રમાણ 2011માં 17.2 ટકાથી વધીને 2019માં 23 ટકા થઈ ગયું છે. જો કે કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં દેશના અન્ય ભાગોની સરખામણીમાં લગ્ન ન કરનારા યુવાનોની ટકà
છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં અપરિણીત યુવાનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. સરકાર દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે. સર્વેના ડેટા અનુસાર, દેશમાં 15-29 વર્ષની વયજૂથમાં અપરિણીત વ્યક્તિઓનું પ્રમાણ 2011માં 17.2 ટકાથી વધીને 2019માં 23 ટકા થઈ ગયું છે. જો કે કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં દેશના અન્ય ભાગોની સરખામણીમાં લગ્ન ન કરનારા યુવાનોની ટકાવારી સૌથી ઓછી છે. જો કે તેની પાછળ કોઈ કારણ જણાવવા મળ્યું નથી. 
રાષ્ટ્રીય યુવા નીતિ-2014 મુજબ દેશમાં 15 થી 29 વર્ષની વયજૂથના લોકોને યુવા તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ઑફિસ ઑફ નેશનલ સ્ટેટિસ્ટિક્સના તાજેતરના રિપોર્ટ અનુસાર, 2011માં દેશમાં એવા પુરુષોની વસ્તી 20.8 ટકા હતી જેમણે ક્યારેય લગ્ન કર્યા નથી. 2019માં આ રેશિયો વધીને 26.1 ટકા થયો છે. સર્વેક્ષણ મુજબ, ક્યારેય લગ્ન ન કરનાર મહિલાઓના પ્રમાણમાં સમાન વધારો નોંધવામાં આવ્યો છે.
2011માં અપરિણીત મહિલાઓનું પ્રમાણ 13.5 ટકા હતું
આ સર્વે અનુસાર, અવિવાહિત મહિલાઓનું પ્રમાણ 2011માં 13.5 ટકાથી વધીને 2019માં 19.9 ટકા થયું છે. સર્વે અનુસાર, 2019માં દેશમાં ક્યારેય લગ્ન ન કરનારા યુવાનોની ટકાવારી જમ્મુ અને કાશ્મીરમાં સૌથી વધુ છે. તે પછી ઉત્તર પ્રદેશ, દિલ્હી અને પંજાબનો નંબર આવે છે. 1991માં દેશમાં યુવાનોની કુલ વસ્તી 22.27 કરોડ હતી.

1991માં દેશમાં કુલ યુવાનોની વસ્તી 22.27 કરોડ હતી
જો કે, સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં હાલમાં યુવાનોની વસ્તી વધવાની ધારણા છે, પરંતુ 2011-2036ના સમયગાળા પછી તેમાં ઘટાડો થવાનું શરૂ થશે. 1991માં દેશમાં કુલ યુવાનોની વસ્તી 22.27 કરોડ હતી, જે 2011માં વધીને 33.34 કરોડ થઈ હતી અને 2021 સુધીમાં 37.14 કરોડ સુધી પહોંચવાનો અંદાજ હતો અને ત્યારબાદ 2036 સુધીમાં તે ઘટીને 34.55 કરોડ થઈ જશે.
Whatsapp share
facebook twitter