Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

BJP માં જોડાવા અંગે શું કહ્યું કનુભાઇ કળસરીયાએ ?

05:18 PM Mar 06, 2024 | Vipul Pandya

BJP : એક તરફ કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો એક પછી એક ભાજપ (BJP)માં જોડાઇ રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ ગણાતા આગેવાન મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કળસરીયા અને પ્રદેશ ભાજપ (BJP) પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચે મહત્વની બેઠક મળતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. આ મામલે ગુજરાત ફર્સ્ટ દ્વારા કનુભાઇ સાથે સીધી વાત કરાતા તેમણે કહ્યું કે મે મારા કોર ગૃપ સાથે વિચાર મંથન કરવા તેમની પાસે સમય માગ્યો છે. હાલ તો મારી ભાજપ (BJP)માં જોડાવાની શક્યતા 50-50 ટકા છે.

સી.આર.પાટીલ અને કનુભાઇ કળસરિયા વચ્ચે બેઠક

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને કોંગ્રેસના મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કળસરિયા વચ્ચે આજે કનુભાઇના નિવાસસ્થાને મહત્વની બેઠક મળી હતી. હાલ લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાત કોંગ્રેસમાંથી ઘણા અગ્રણી અને ધારાસભ્યો ભાજપમાં જોડાઇ ગયા છે ત્યારે આ બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે થયેલી બેઠકથી કનુભાઇ ભાજપમાં જોડાય તેવી અટકળો શરુ થઇ ગઇ હતી.

મારું આત્મમંથન બાકી

ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરતાં કનુભાઇ કળસરીયાએ કહ્યું કે મે મારા કોર ગૃપ સાથે વિચાર મંથન કરવા સમય માગ્યો છે. આ મુદ્દે મારું આત્મમંથન બાકી છે. જો કે તેમની લાગણી અને માગણી સાચી છે.

મે તો 3 મહિના પહેલાં જ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું હતું

તેમણે કહ્યું કે મે તો 3 મહિના પહેલાં જ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું હતું પણ એ વાત પણ છે કે તેમણે મારુ રાજીનામું સ્વીકાર્યું નથી. હું થોડો સમય જ કોંગ્રેસમાં રહ્યો હતો. પાર્ટીમાં જ રહીને પાર્ટી વિરુદ્ધ કામ કરતાં લોકોની સામે જ પગલાં લેવાયા ન હતા. થોડો સમય સસ્પેન્ડ કરીને તેમને પક્ષમાં પાછા પણ લઇ લેવાયા હતા. પક્ષ વિરુદ્ધ કામ કરનારાને પણ માફ કરી દેવાય છે.

તમારા જે પ્રશ્નો છે તેનો ઝડપથી ઉકેલ લવાશે

તેમણે કહ્યું કે સી.આર.પાટીલે મને કહ્યું કે અત્યારે પ્રવાહ ચાલી રહ્યો છે અને તમે પ્રવાહમાં આવી જાવ. તેમણે કહ્યું કે તમારા જે પ્રશ્નો છે તેનો ઝડપથી ઉકેલ લવાશે. તમારા જે પ્રશ્નો છે તે મને લખીને મોકલી આપો.. તેમણે કહ્યું કે ચૂંટણી જાહેર થાય તે પહેલાં તમારો નિર્ણય જાહેર થાય તો સારુ.. મે 5 દિવસનો સમય માગ્યો છે . જો કે મને બીજા પ્રશ્નો નથી. મારે મારા ગૃપના લોકો સાથે મારે ચર્ચા કરવી જોઇએ અને પછી જ કોઇ નિર્ણય લઇ શકાય. હવે મારે વિચારવાનું છે. મારા મિત્રો પણ ઇચ્છે છે કે હું ભાજપમાં જોડાઉ.

અત્યારે તો 50-50 ટકા શક્યતા લાગે છે કે હું ભાજપમાં જોડાઉં

તેમણે કહ્યું કે આજે સી.આર.પાટીલે ખાતરી આપી છે કે તમારા પ્રશ્નોનો હું ઝડપથી ઉકેલ આપીશ. હવે મારે વિચારવાનું છે.મારા મિત્રો પણ ઇચ્છે છે કે હું ભાજપમાં જોડાઉ. તેમણે કહ્યું કે અત્યારે તો 50-50 ટકા શક્યતા લાગે છે કે હું ભાજપમાં જોડાઉં. હું અંતર આત્માના અવાજ મુજબ નિર્ણય કરીશ.

આ પણ વાંચો—-HARSH SANGHVI : રાહુલ ગાંધીની વાત તો હવે એમના પાર્ટીના લોકો પણ નથી કરતા

આ પણ વાંચો—CR PATIL : આજે સૌથી વધુ ગુજરાતમાં દરેક પક્ષના નેતાઓ ભાજપમાં બિનશરતી આવવા માગે છે

આ પણ વાંચો–BHARUCH : ભાજપનું ઓપરેશન લોટસ યથાવત,આદિવાસી વિસ્તારમાં ભાજપનો મોટો ખેલ