Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુરતમાં આગામી 3 થી 5 જૂન સુધી યોજાશે 600 કરોડના 2 લાખ રફ હીરાનું પ્રદર્શન

01:14 PM May 16, 2023 | Vishal Dave

અહેવાલઃ આનંદ પટણી, સુરત 

જેમ્સ એન્ડ જ્વેલરી એકસ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સુરતના ઈચ્છાપોર કાતે જ્વેલરી પાર્ક બનાવવામાં આવ્યું છે.આ જ્વેલરી પાર્કમાં ડાય ટ્રેડ સેન્ટર પણ બનાવાયું છે. આ ડાય ટ્રેડ સેન્ટરમાં આગામી દિવસોમાં વિશ્વની પ્રખ્યાત એવી માઈનિંગ કંપની રિયો ટિન્ટો દ્વારા સુરતમાં 600 કરોડના રફ હિરાનું વ્યુઈંગ કરવામાં આવશે.

જે હીરાને કેરેટમાં જોવા જઈએ તો 2 લાખ કેરેટ રફ હીરાનું વ્યુઈંગ અહીં થશે. હીરા ઉદ્યોગમાં હાલ મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે… આ મંદીના સમયમાં જીજેઈપીસી (જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ) દ્વારા સુરતમાં રફ હીરા જોઈ શકાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.આમ તો રફ હીરાની ખરીદી વિદેશથી ઓનલાઈન ઓક્શનમાં જ કરવામાં આવે છે… પરંતુ આ વખતે સુરત ખાતે નીલામી પૂર્વેની પ્રોસસ કરવામાં આવી રહી છે…

સુરત ખાતે પ્રથમ વખત વિશ્વ પ્રખ્યાત માઈનિંગ કંપની રિયો ટિન્ટો રફ ડાયમંડનું વ્યુઇંગ કરવા માટે જઈ રહી છે… આગામી 3થી 5 જૂન સુધી આ વ્યુઈંગ રાખવામાં આવ્યું છે… સુરતમાં રફ હીરાને જોઈને બાયરો ઓનલાઈન બીડમાં ભાગ લઈ હીરાની ખરીદી કરી શકશે.. સુરત ખાતે જીજેઈપીસી દ્વારા બે વર્ષ પહેલા ડાય ટ્રેડ શરૂ કરવામાં આવ્યું હતું.. જ્યાં હવે આ પ્રકારના વ્યુંઈંગ થી રહ્યા છે.રિયો ટિન્ટો કંપની છેલ્લા 37 વર્ષથી ઓસ્ટ્રેલિયાના કિમ્બર્લી પ્રદેશમાં આર્ગીલ હીરાની ખાણ ધરાવે છે… આ કંપનીના સફેદ અને રંગીન હીરાની વિશ્વમાં સૌથી વધુ માંગ જોવા મળે છે.

રિયોટિન્ટો, વ્હાઈટ, શેફાયર, વાયોલેટ, કોગ્નેક અને દુર્લભ પિંક અને રેડ ડાયમંડનું વેચાણ કરનાર વિશ્વની ટોપ થ્રી પૈકીની એક કંપની છે. મંદીના સમયમાં મોટી કંપની અહીં આવી રફનું વ્યુઇંગ કરી રફ હીરાનું ઓક્શન કરશે ત્યારે જો આ હીરાના ભાવ નીચા આવશે તો સુરતના હીરા ઉદ્યોગને મોટો ફાયદો થશે.. સુરત હીરા ઉદ્યોગ પણ આ વ્યુઈંગ અને ત્યાર પછીના ઓક્શન માટો તૈયાર છે….