Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ચીખલીના સાદકપોર ગામે દીપડાના હુમલામાં મોતને ભેટેલી યુવતીના પરિવારને 5 લાખ રૂપિયાની સહાયનો ચેક અપાયો

08:00 AM Oct 17, 2023 | Vishal Dave

અહેવાલઃ સ્નેહલ પટેલ, ચીખલી 

ચીખલી તાલુકાના સાદકપોર ગામે રહેતી એક આદિવાસી યુવતી પોતાના ઘરના પાછળ શોચક્રીયા કરવા જઈ ગઈ ત્યારે દીપડાએ યુવતી પર હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતીનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું.જેના પરિવાર ને વનવિભાગ દ્વારા 5 લાખ રૂપિયાનો ચેક આપી સાંત્વના પાઠવી હતી.

શોચક્રિયા માટે ગયા હતા તે દરમ્યાન દીપડાએ હુમલો કર્યો હતો 

ચીખલી તાલુકાના સાદકપોર પહાડ ફળીયા ખાતે રહેતી 27 વર્ષીય છાયાબેન ભરતભાઈ નાયકા જેઓ ગત 14 તારીખ ની રાત્રીના સમયે પોતાના ઘરના પાછળ આવેલ વાડીમાં શોચક્રિયા માટે ગયા હતા તે દરમ્યાન દીપડાએ છાયાબેન નાયકા ઉપર હુમલો કરતા છાયાબેન ને ગળાના ભાગે અને જાંગ ઉપર ગંભીર ઈજાઓ થતા તેઓનું મોત નીપજ્યું હતું જોકે પરિવાર ના સભ્યોએ લાંબા સમયબાદ પણ છાયાબેન ઘરમાં પરત ન ફરતા વાડીમાં તેની શોધખોળ આદરતા છાયાબેન મૃત હાલતમાં મળી આવ્યા હતા ઘટનાની જાણ થતા ચીખલીના પીઆઇ ભાગ્યેશ એમ ચૌધરી ઘટના સ્થળે પોતાના સ્ટાફ ની સાથે દોડી આવ્યા હતા તો બીજી તરફ વનવિભાગ ના અધિકારીઓ પણ ઘટના સ્થળે પોહચ્યા હતા.અને ઘટનાની ગંભીરતા જોઈ પાંજરું ગોઠવી માનવભક્ષી દીપડા ને પાંજરે પુવાની કવાયત હાથ ધરી છે.

મૃતક યુવતીના પરિવાર ને 5 લાખની સહાય

સાદકપોર પહાડ ફળીયા માં દીપડા એ શનિવાર રાત્રે છાયાબેન નાયકા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જેને પગલે મોત નીપજ્યું હતું.જે અંગે વન વિભાગ એ રાજ્ય સરકાર માં રજુઆત કરી હતી. તે સાથે સોમવાર સાંજે વન્ય પ્રાણી ને કારણે માનવ મૃત્યુ પેટે મૃતક નાં પરીવાર ને 5 લાખ રૂપિયાનો સહાય નો ચેક વનવિભાગના ડીસીએફ નિશા રાજ ના હસ્તે અપાયો હતો.અને સાંત્વના પાઠવી હતી.આ સમયે એસીએફ જે.ડી.રાઠોડ, ચીખલી વન વિભાગ ના આકાશ પઢસાલા,જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ રાકેશ પટેલ, મયંક પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સાદકપોર સહિત આજુબાજુના ગામના લોકોમાં ભયનો માહોલ

સાદકપોર જેવા ગ્રામ્ય વિસ્તારમાં સૌ પ્રથમવાર વન્યપ્રાણીએ યુવતી ઉપર હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે બીજી તરફ સાદકપોર માં બે સહિત દેગામ અને ખુડવેલ માં પાંજરા ગોઠવ્યા હતા. તેમ છતાં માનવભક્ષી દીપડા ની દહેશત વચ્ચે ગામ માં અજંપાભરી શાંતિ જોવા મળી હતી.