Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

હિજાબ વિવાદ પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી કરી દાખલ

10:05 AM Apr 22, 2023 | Vipul Pandya

આ હિજાબ વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે. આજે કર્ણાટક
હાઈકોર્ટે મામલાને લગતી તમામ અરજીઓ ફગાવ્યા બાદ હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં
પહોંચ્યો છે.
હિજાબ વિવાદમાં કર્ણાટક હાઈકોર્ટના
નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. મુસ્લિમ વિદ્યાર્થી
નિબા નાજી વતી વિશેષ અરજી દાખલ કરવામાં આવી છે. કર્ણાટક હાઈકોર્ટે હિજાબ વિવાદ પર
પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે
, ઈસ્લામમાં હિજાબ જરૂરી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી, તેથી સ્કૂલ અને કોલેજોમાં હિજાબ પર લાદવામાં આવેલ પ્રતિબંધ વાજબી છે.
બીજી તરફ કોર્ટના નિર્ણય બાદ હિજાબ સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ મામલે
રાજકારણ પણ ગરમાયું છે અને કોર્ટમાં અરજી કરનાર યુવતીઓ કહી રહી છે કે તે અભ્યાસ છોડી
દેશે પરંતુ હિજાબ તો પહેરશે જ.


કર્ણાટક હાઈકોર્ટે આજે (મંગળવારે) હિજાબ રો પર પોતાનો ચુકાદો આપ્યો
છે. કર્ણાટક હાઈકોર્ટે હિજાબ કેસમાં દાખલ કરાયેલી તમામ અરજીઓ ફગાવી દીધી છે.
કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે હિજાબ ધર્મનો આવશ્યક ભાગ નથી. કર્ણાટક હાઈકોર્ટના ચીફ
જસ્ટિસ ઋતુરાજ અવસ્થી
, જસ્ટિસ ક્રિષ્ના એસ દીક્ષિત અને જસ્ટિસ
જેએમ કાઝીની બેંચ ઉડુપીની મુસ્લિમ વિદ્યાર્થીનીઓની અરજી પર સુનાવણી કરવા માટે
રચવામાં આવી હતી. આ છોકરીઓએ માંગ કરી હતી કે તેમને કોલેજમાં સ્કૂલ યુનિફોર્મની
સાથે હિજાબ પહેરવાની છૂટ આપવામાં આવે કારણ કે તે તેમની ધાર્મિક માન્યતાનો ભાગ છે.

તમને જણાવી દઈએ કે કર્ણાટક હાઈકોર્ટે કોલેજોમાં હિજાબ પહેરવાની
પરવાનગી અને
5 ફેબ્રુઆરીના સરકારી આદેશને પડકારતી
મુસ્લિમ વિદ્યાર્થીનીઓ વતી તમામ અરજીઓ ફગાવી દીધી છે. કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે
5 ફેબ્રુઆરીના સરકારના આદેશને અમાન્ય કરવા માટે
કોઈ કેસ કરવામાં આવ્યો નથી.