Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વર્ષો જૂની પરંપરા હજી પણ યથાવત, અહી કરાવાય છે ઢીંગલા-ઢીંગલીના ધામધૂમથી લગ્ન

01:20 PM Jul 25, 2024 | Harsh Bhatt

DAMAN : લગ્ન તો તમે ઘણા જોયા હશે અને માણ્યા પણ હશે અને બાળપણમાં રમત રમતમાં ઢીંગલા ઢીંગલીના લગ્ન પણ કરાવ્યા હશે. પરંતુ સંઘ પ્રદેશ DAMAN ના માછી સમાજમાં વર્ષો જૂની પરંપરાથી ઢીંગલા ઢીંગલીના અનોખી રીતે લગ્ન કરવાવમાં આવે છે . DAMAN ના ટંડેલ અને માછી સમાજની મહિલાઓ ઢીંગલા અને ઢીંગલીના લગ્ન ભારે ઠાઠથી ઉજવે છે અને વર્ષોથી દર વર્ષે દમણમાં આ લગ્નની પરંપરા શા માટે ઉજવાય છે અને શું છે લોકવાયકા ? ચાલો જાણીએ આ ખાસ અહેવાલમાં

DAMAN માં ઉત્સાહભેર ઉજવાય છે ઢીંગલા-ઢીંગલીના લગ્ન

દમણમાં હાલ વરસાદી મૌસમ વચ્ચે અનોખા લગ્નની ઉજવણી ચાલી રહી છે. દમણના માછી સમાજ દ્વારા 18 જેટલી શેરીઓમાં અનેક ઘરોમાં ઢીંગલા ઢીંગલીના લગ્નની ઉજવણી કરવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ માછી સમાજની મહિલાઓ અને બાળકોએ દેવ લગ્નની ઉજવણી કરી રહ્યા છે.તેની તૈયારી બે દિવસ પહેલા શરૂ થઈ જાય છે. નવા વસ્ત્રો સાથે તેમનો શણગાર કરવામાં આવે છે. શેરીની તમામ મહિલાઓ આ લગ્નમાં શામેલ થાય છે. તમામ પરિવારોમાં સાચા લગ્ન જેવો માહોલ થાય છે . ઘરમાં ઢિંગલીના લગ્નમાં વાસ્તવિક લગ્નની જેમ હાજરી હોય છે . પરંપરાગત લોક ગીતો ગવાય છે . લગ્ન સમયે ઢીંગલાના વરઘોડાને બહાર કાઢવામાં આવે છે . ડીજે સાઉન્ડના ગીત ઉપર નાચતા ગાતા બારાત ઢીંગલીના ઘરે પહોંચે છે . તેમના લગ્ન પંડિત દ્વારા હિન્દુ રીતરિવાજ મુજબ થાય છે .

શું છે આ પરંપરા

સંઘપ્રદેશ DAMAN માં હાલમાં માછીમારોનું વેકેશન ચાલે છે અને તેમના સમાજમાં અષાઢ મહિનની એકાદશીના દિવસે ઢીંગલા ઢીંગલીના લગ્ન કર્યા બાદ માછી સમાજમાં લગ્ન થતા નથી. ત્યારબાદ દેવ ઉઠી અગિયારસ એટલે દેવ દિવાળીથી ફરીથી લગ્ન થાય છે . ત્યારે એક માન્યતા તે પણ છે કે માછી મારો જાયરે દરિયો ખેડવા જાય છે તેની રક્ષા માટે માછીમારોની મહિલા પોતના ફળિયામાંથી કપડાં ભેગા કરી તેમાંથી ઢીંગલા ઢીંગલીનું સ્વરૂપ આપવામાં આવે છે અને ત્યાર બાદ જે રીતે આપણે પીઠી ચોડીને વરઘોડો કાઢીને લગ્ન વિધિ કરીએ છી તે જ રીતે આ ઢીંગલા ઢીંગલ ના લગ્ન પણ માછી સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવે છે .સતત 15 દિવસ તમામ માછીમાર સમાજના ઘરે આ રીતે ઢીંગલા ઢીંગલી નુ સ્થાપન કરવામાં આવે છે .રોજ સાંજે મહિલાઓ જુદી જુદી વિધિઓ કરે છે અને સાથે માછી સમાજના વિવિધ લગ્ન ગીતો પણ ગાવામાં આવે છે અને અન્ય સ્થળે પરણેલ દમણની દીકરીઓ ખાસ ઢીંગલાના લગ્નને માણવા પિયર આવે છે .

નવી પેઢી પણ લે છે ભાગ

સંઘપ્રદેશ DAMAN માં વર્ષો જૂની ઢીંગલા ઢીંગલીના લગ્નની પરંપરા આજે પણ જળવાઈ છે. આજની નવી પેઢી પણ આ અનોખા વિવાહને મન ભરી ને માણે છે. આ પ્રકારના લગ્ન પાછળ અનેક વાયકા પણ છે પરંતુ એક સત્ય એ પણ છે કે દમણની તમામ 18 શેરીઓની મહિલા આ લગ્ન માં સાથે હળીમળી ને ભવ્ય લગ્નમાં જોડાય છે.જેથી માછી સમાજમાં એકતા અને અખંડિતા પણ જળવાય છે અને આવનાર નવી પેઢી પણ સમાજના રિવાજો જાણે અને માણે છે.

આ પણ વાંચો : Rajkot: અધધ.. મહાનગરપાલિકાનું પાણી વેરાનું 251 કરોડ રૂપિયાનું બિલ બાકી!