Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

AMTSનો ડ્રાઈવર પિધેલી હાલતમાં બસ ચલાવતો ઝડપાયો, જાગૃત લોકોએ બસ ઉભી રખાવી, જુઓ Video

08:43 AM Apr 21, 2023 | Vipul Pandya
  • આદિનાથનગરથી ઘુમા ગામની બસ હતી
  • જાગૃત નાગરીકે સોશિયલ મીડિયામાં શેર કર્યો
  • મુસાફરોની સમય સુચકતાએ દુર્ઘટના બનતી ટાળી
Ahmedabad : અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પબ્લિક ટ્રાન્સપોર્ટ કેટલી સલામત છે તે એક પ્રશ્ન છે. થોડા દિવસ પહેલા BRTS બસમાં આગ લાગી હતી ત્યાં વધુ એક એવી ઘટના આવી છે. હવે AMTS બસનો ડ્રાઇવર પીધેલી હાલતમાં બસ ચલાવતા પકડાયો છે. મુસાફરોની સમય સૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી છે.
મુસાફરોએ બસ રોકાવી
ઘટનાની વાત કરીએ તો 49 નંબરની આદિનાથનગરથી ઘુમા ગામની AMTS બસનો ડ્રાઇવર દારૂ પી અને ડ્રાઇવ કરતો હતો. એક તરફ ગુજરાતમાં દારૂ બંધી છે. બીજી તરફ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના સતત કેસ વધી રહ્યા છે. મુસાફરો ભરેલી બસ ડ્રાઇવર દારૂ પી અને ચલાવતો હતો અને લોકોના ધ્યાને આવતા જમાલપુર CNG પમ્પ પાસે બસ રોકી અને ડ્રાઇવરને નીચે ઉતારી લોકોએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

પ્રતિક્રિયા
આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, AMTSનો કોન્ટ્રાકટ આપ્યા ત્યારથી ખાનગી કંપનીના ડ્રાઈવર બેફામ બસો ચલાવી અકસ્માતો સર્જાયા છે અને તેની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. ખાનગી ઓપરેટરના ભરોસે બસ દોડાવી AMTS શાસકો અને વહીવટી તંત્ર AC કેબીનોમાં બેસી ઘોર નિદ્રામાં છે.
મુસાફરોની સુરક્ષાનું શું?
અનેક વખત બેફામ ચાલતી AMTS બસને કારણે લોકો બસ નીચે કચડાઈને મૃત્યુ પામતા હોય છે. બેફામ ચાલતી બસોને કારણે રાહદારીઓ મોતને ભેટે છે છતા કોઈ કાર્યવાહી કરતા નથી સાથે જ આવી રીતે અનેક ડ્રાઈવરો આવી રીતે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરે તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટે છતા AMTS બસના સાશકો આંખો આગળ પાટા બાંધીને મળતીયાઓને જ કોન્ટ્રાક આપે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.