+

AMTS Budget : અમદાવાદ AMTSનું રૂ. 273.50 કરોડનું બજેટ રજૂ, નવી 59 EV બસ ઉમેરાશે

અમદાવાદ AMTS નું બજેટ (AMTS Budget) રજૂ કરવામાં આવ્યું છે. માહિતી મુજબ, ટ્રાન્સપોર્ટ ચેરમેને રૂ. 32 કરોડનો સુધારો કરીને રૂ. 273.50 કરોડનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં AMTS ના…

અમદાવાદ AMTS નું બજેટ (AMTS Budget) રજૂ કરવામાં આવ્યું છે. માહિતી મુજબ, ટ્રાન્સપોર્ટ ચેરમેને રૂ. 32 કરોડનો સુધારો કરીને રૂ. 273.50 કરોડનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં AMTS ના કાફલામાં નવી 59 EV બસ, AMTS ડેપોમાં સ્માર્ટ કાર્ડ, વાઈફાઈની સુવિધા ઊભી કરાશે. આ સાથે બજેટમાં સારંગપુર બસ ટર્મિનલના હેરિટેજ લુક માટે રૂ. 60 લાખની જોગવાઈ કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસીસ (AMTS) નું આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ ચેરમેન ધરમસિંહ દેસાઈ દ્વારા રૂ. 32 કરોડનો સુધારો કરી રૂ. 273.50 કરોડનું બજેટ રજૂ કરાયું છે. બજેટમાં AMTS ના કાફલામાં 59 નવી ઈવી બસનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે AMTS ડેપોમાં સ્માર્ટ કાર્ડ, વાઈફાઈની (WiFi) સુવિધા,ઊભી કરવામાં આવશે. સાથે જ સારંગપુર બસ ટર્મિનલના (Sarangpur Bus Terminal) હેરિટેજ લુક માટે રૂ. 60 લાખની જોગવાઈ કરવામાં આવી છે. AMC વિસ્તારની બહાર 20 કિમી સુધી બસ લઈ જવાશે.

ટ્રાન્સપોર્ટ ચેરમેન ધરમસિંહ દેસાઈ

મેટ્રોના રૂટ પર સર્ક્યુલર રુટ શરૂ કરાશે

એએમટીએસના બજેટમાં (AMTS Budget) જણાવાયું કે, ડેપો અને ટર્મિનલ્સ પર કોમર્શિયલ ડેવલપમેન્ટ કરી વધારાની આવક ઊભી કરવામાં આવશે. આ સાથે જ જમાલપુર વર્કશોપનો જર્જરિત ભાગ ઉતારી, ત્યાં બસના પાર્કિંગ માટેની વ્યવસ્થા ઊભી કરાશે. બજેટ રજૂ કરતા ચેરમેને કહ્યું કે, મેટ્રોના રૂટ પર સર્ક્યુલર રુટ શરૂ કરવાનું આયોજન છે.

 

આ પણ વાંચો – Vejalpur : યુવાનોને આગળ વધારવા પ્રથમવખત ‘વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ’, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદઘાટન

Whatsapp share
facebook twitter