Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

AMRELI : સાવરકુંડલા વાસીઓને મળશે ફ્લોરાઈડ યુક્ત પીવાના પાણીની મુશ્કેલી માંથી મળશે છુટકારો

04:09 PM Nov 10, 2023 | Harsh Bhatt

અહેવાલ – ફારૂક કાદરી

સાવરકુંડલા શહેરમાં બોર આધારિત પીવાના પાણીની વિતરણ વ્યવસ્થાઓ સામે જાગૃતિ ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા સરકારશ્રીમાં રજૂઆત કરીને શહેરીજનોને ફ્લોરાઇડ યુક્ત પાણીને કારણે ગંભીર બીમારીઓ માંથી મુક્તિ મળે તેવા યથાર્થ કરેલા પ્રયાસોના સફળતા મળેલ છે. સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરીજનોને પીવાના પાણીની સગવડતા 47 બોર આધારિત પાણીની વ્યવસ્થાઓ હોય અને પાલિકાને વીજળી બિલ, મેઇન્ટેન્સ, કર્મચારીના પગાર વિગેરે મોટા પ્રમાણમાં આર્થિક નુકશાની સહન કરવી પડતી હોય તેમજ આ જમીનમાંથી આવતા બોરના પાણીનું ટી.ડી.એસ. વાળું હોય સાથે આલ્કલી/ફ્લોરાઈડ યુક્ત પાણી સંપૂર્ણ પણે બંધ કરી શહેરીજનોની સુખાકારી યોગ્ય રીતે જળવાઈ અને નર્મદાનું પાણી ફિલ્ટર કરી દૈનિક ધોરણે મળી રહે તેવા અધિક મુખ્ય કારોબારી અધિકારી, ગુજરાત શહેરી વિકાસ મિશન ગાંધીનગર દ્વારા તાજેતરમાં જ 19 કરોડ 76 લાખની  સૈધાંતિક મંજૂરી મળતાં સાવરકુંડલા વાસીઓ માટે નર્મદાનું પાણી પુરતા ફોર્સ સાથે દૈનિક મળી રહે તેવું આયોજન સાવરકુંડલા નગરપાલિકા દ્વારા ધારાસભ્ય મહેશ કસવાળાના માર્ગદર્શન તળે આકાર પામશે.

જેમાં સાવરકુંડલાના હાથસણીના શેલ દેદુમલ ડેમ નજીક વિશાળ 100 ફૂટ ઊંડો કૂવો બનાવીને પાઇપ લાઈન મારફતે સાવરકુંડલા શહેરમાં ખાદી કાર્યાલય ખાતે 5 લાખ લીટરની ઊંચી ટાંકી, હાથસણી રોડ ખાતે 5 લાખ લીટર ની ઊંચી ટાંકી,  કુંડલા સ્મશાને 8 લાખ લીટરની ઊંચી ટાંકી અને અંડર ગ્રાઉન્ડ સંપ બનાવવામાં આવશેને સાવરકુંડલા શહેરના વિવિધ વિસ્તારોમાં ડી.આઇ.પાઇપ પાણીની પાઇપ લાઇન અને પી.વી.સી. પાઇપ વડે પાણી ઘર ઘર સુધી પહોંચાડવાનું કાર્ય કરવામાં આવશે જે અંગે સરકારશ્રી દ્વારા 19 કરોડ 76 લાખની માતબર રકમ વડે ઊંચી પાણીની ટાંકી, અંડર ગ્રાઉન્ડ સંપ, કૂવો, પંપ રૂમો, મશીનરી સહિતની કામગીરીઓ આગામી દિવસોમાં શરૂ થશેને રોજનું 9 MLD નર્મદાનું પાણી મળી રહેશે જેથી સાવરકુંડલા વાસીઓને ફ્લોરાઈડ યુક્ત  પીવાના પાણી પીવાની મુશ્કેલી માંથી છુટકારો થશે.

પીવાના ફ્લોરાઈડ યુક્ત પાણી માંથી મુક્તિ મળવાના દિવસો નજીક હોયને લોકોની સુખાકારી પાલિકાને થતા આર્થિક ખર્ચાઓ માંથી પણ મુક્તિ મળશે ત્યારે ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા પાલિકામાં વસતા શહેરીજનોની સુખ સુવિધાઓને લક્ષ આપવામાં આવતા પ્રબુદ્ધ નાગરિકોએ ધારાસભ્યની કુનેહ અને આવડત અંગે અંતરના આશીર્વાદ આપ્યા હતા અને અત્યાર સુધી ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા ફલોરાઇડ યુક્ત પીવાના પાણીની સમસ્યા માંથી મુક્તિ મળે તેવા નક્કર આયોજનો કરવામાં આવ્યા હતા.

ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા અગાઉ પણ બાયપાસ રોડ, સ્પોર્ટ સંકુલ, મહુવા રોડ રેલવે ઓવર બ્રિજ, સાવરકુંડલા રંઘોળા સ્ટેટ હાઇવે, રિવરફ્રન્ટ, ઓડિટોરીયમ હોલ, ભૂગર્ભ ગટર, પંચાયત વિભાગના રોડ રીસર્ફેસિંગ, 271 વ્યક્તિઓને પ્રધાનમંત્રી આવાસ યોજના,  ટાઉન હોલ, 50 બેડની આધુનિક હોસ્પિટલ ભૂગર્ભ સંપ, સાથે અનેક કામોની વણઝાર ધારાસભ્ય મહેશ કસવાળાએ  અતિ ગંભીર ગણાતા પીવાના પાણીની ફ્લોરાઈડ પાણી માંથી પણ મુક્તિ મળે તેવા પ્રયાસોને સરકારે મંજૂરી આપીને સોનામાં સુગંધ ભળે તેવી ઉડીને આંખે વળગે તેવી કામગીરીઓને શહેરીજનોએ ફૂલડે વધાવી હતી.

આ પણ વાંચો — Ahmedabad : ધોળકામાં ધનતેરસની પૂજા માટે બેન્કમાંથી લીધેલા સોના ચાંદીના દાગીનાની લૂંટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ