Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

AMRELI : જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ મોટી સંખ્યામાં સમર્થકો સાથે કેસરિયા કરવા આતુર

11:39 AM Apr 10, 2024 | PARTH PANDYA

AMRELI : અમરેલી જિલ્લા કોંગ્રેસ (AMRELI DISTRICT CONGRESS) માં એક સાંધો ત્યાં તેર તુટે જેવી સ્થિતીનું નિર્માણ થયું છે. જિલ્લા યુથ કોંગ્રેસ (YOUTH CONGRESS) ના પ્રમુખે (PRESIDENT) તાજેતરમાં પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. અને મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભાજપમાં જોડાવવા માટે આતુર બન્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ટુંક સમયમાં તેઓ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની હાજરીમાં મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભાજપમાં જોડાનાર છે.

એક સાંધો ત્યાં તેર તુટે તેવી હાલત

લોકસભા 2024 ની ચૂંટણીની જાહેરાત પહેલાથી જ કોંગ્રેસનું તુટવાનું શરૂ થયું છે. જે સિલસિલો આજદિન સુધી જારી છે. તેવામાં ખાસ કરીને અમરેલી જિલ્લા કોંગ્રેસની હાલત તો એક સાંધો ત્યાં તેર તુટે જેવી થઇ રહી છે. તાજેતરમાં અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ દેવરાજ બાબરીયાઓ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ મોટી સંખ્યામાં સમર્થકો સાથે કેસરિયા કરવા આતુર બન્યા છે.

જિલ્લામાં ભાજપની તાકાત વધશે

સુત્રોના જણાવ્યા અનુસાર, જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સહિત અનેક યુવા આગેવાનો મોટી સંખ્યામાં ટુંક સમયમાં ભાજપમાં જોડાશે. આગામી સમયમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની હાજરીમાં મોટી સંખ્યમાં યુવાનો કેરસિયા ધારણ કરશે. આમ, અમરેલી જિલ્લામાં ભાજપની તાકાત વધશે, અને તેનો સીધો લાભ આવનાર લોકસભા 2024 ની ચૂંટણીના પરિણામોમાં જોવા મળશે.

શું લખ્યું છે રાજીનામામાં

દેવરાજ બાબરીયાએ રાષ્ટ્રીય યુવક કોંગ્રેસ પ્રમુખ શ્રીનિવાસ બી. વી. ને ઉદ્દેશીને પત્ર લખ્યો છે. જેમાં તેઓ જણાવે છે કે, જય હિંન્દ સાથે ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે, વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને હું અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ તરીતે તથા કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું. કોંગ્રેસ પાર્ટીના સમર્થન માટે હું તેમનો આભારી છું. કૃપા કરીને મારૂ રાજીનામું સ્વિકારો.

ભાજપ તરફી જુવાળ

અત્રે ઉલ્લેખનીય છે કે, માત્ર ગુજરાત રાજ્ય જ નહિ, પરંતુ દેશભરમાં ભાજપ તરફી જુવાળ જોવા મળી રહ્યો છે. અને તે દિવસેને દિવસે મજબૂત થતો દેખાય છે. દેશભરમાંથી કોંગ્રેસ સહિત અલગ અલગ રાજકીય પાર્ટીના નેતા, આગેવાનો, યુવા અગ્રણીઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે. ચૂંટણી પહેલા ભાજપમાં મોટી સંખ્યામાં જોડાવવાને કારણે અન્ય પાર્ટીઓ ક્યાંકને ક્યાંક રોજ તુટી રહી હોય તેવું સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો — VADODARA : સેવઉસળની લારીએ જતા રૂ. 40 હજારનું નુકશાન