+

નાના છોકરાએ ધોનીના અંદાજમાં ફટકાર્યા શોટ, અમિતાભ બચ્ચને શેર કર્યો વીડિયો

સોશિયલ મીડિયા પર એકથી એક ઘટનાના વીડિયો ઝડપથી વાયરલ થતા હોય છે. ચાહકોને પણ આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે. ક્રિકેટના મેદાનનો આવો જ એક વીડિયો આ દિવસોમાં વાયરલ…

સોશિયલ મીડિયા પર એકથી એક ઘટનાના વીડિયો ઝડપથી વાયરલ થતા હોય છે. ચાહકોને પણ આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે. ક્રિકેટના મેદાનનો આવો જ એક વીડિયો આ દિવસોમાં વાયરલ થઈ રહ્યો છે. આવો જ એક વીડિયો બોલિવૂડના બાદશાહ અને બિગ બી તરીકે જાણીતા અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં એક બાળક ભારતના પૂર્વ મહાન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની જેમ અદ્ભુત હેલિકોપ્ટર શોટ રમતો જોવા મળી રહ્યો છે. સાથે જ આ વીડિયોમાં તે વિરાટ કોહલીની જેમ કવર ડ્રાઈવ પણ લગાવે છે.

નાનુ બાળક ખૂબ જ સારી રીતે રમી રહ્યો છે

નાના બાળકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે આ બાળક કેટલા આત્મવિશ્વાસથી બેટિંગ કરી રહ્યો છે અને દરેક બોલને એવી રીતે ફટકારી રહ્યો છે કે જાણે મેદાનમાં કોઈ મોટો ખેલાડી રમી રહ્યો હોય, લોકો આ બાળકને નાના ધોની તરીકે ઓળખી રહ્યા છે. જણાવી દઈએ કે આ વીડિયો પાકિસ્તાનના એક બાળકનો કહેવાઈ રહ્યો છે, જેને આ દિવસોમાં લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે, એટલું જ નહીં, આ વીડિયો મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પણ ઘણો પસંદ કર્યો છે અને તેણે આ વીડિયો શેર પણ કર્યો છે. હાલમાં જ અમિતાભ બચ્ચને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર એક ખૂબ જ ફની વીડિયો શેર કર્યો છે. ખાસ વાત એ છે કે અમિતાભ બચ્ચનના આ લેટેસ્ટ પોસ્ટ વીડિયોમાં 4 થી 5 વર્ષનો બાળક તોફાની અંદાજમાં ક્રિકેટ રમતા જોવા મળી રહ્યો છે, જેના માટે અમિતાભ બચ્ચન તેમના પ્રશંસક બની ગયા છે. આ નાનકડા બાળકનું ક્રિકેટ ટેલેન્ટ જોઈને દરેક લોકો પાગલ થઈ ગયા છે, બાળક એવા હેલિકોપ્ટર શોટ મારી રહ્યો છે, જાણે વર્ષોથી ક્રિકેટ રમી રહ્યો હોય.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

કોણ છે આ 5 વર્ષનો બાળક?

અમિતાભ બચ્ચને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ 5 વર્ષના બાળકનો વીડિયો શેર કર્યો છે. હાથમાં પ્લાસ્ટિક બેટ સાથે, આ બાળક એક પછી એક શોટ મારતો જોવા મળે છે. ખાસ વાત એ છે કે આ નાનું બાળક જે રીતે બેટ વડે શોટ ફટકારી રહ્યું છે, તે એક કુશળ કલાકાર છે. સીધા ઊભા રહીને આ હેલિકોપ્ટર ધોની અને વિરાટની જેમ એક પછી એક શૂટ કરીને બધાને ચોંકાવી રહ્યા છે. જણાવી દઇએ કે, આ 5 વર્ષના બાળકને ક્રિકેટ રમતા જોઈને તમે પણ કહેવા મજબૂર થઈ જશો કે તે ક્રિકેટના ભવિષ્યનો આગામી વિરાટ કે ધોની છે. આ વીડિયો શેર કરતી વખતે અમિતાભ બચ્ચને પણ કંઈક આવું જ કહ્યું છે. આ બાળકનો વીડિયો શેર કરતા અમિતાભ બચ્ચને કેપ્શનમાં લખ્યું- ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ખૂબ જ સુરક્ષિત હાથમાં છે. આ વીડિયો જોઈને તમે પણ અમિતાભ બચ્ચનની વાત માનવા મજબૂર થઈ જશો.

આ પણ વાંચો – હાર બાદ પણ દર્શકોના દિલ જીતી ગયો DHONI, સુનિલ ગાવાસ્કરને આપ્યો AUTOGRAPH

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter