+

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યાએ કરીયર વિશે કર્યો મોટો ખુલાસો, કહ્યું- આજ સુધી મને ફિલ્મની ઓફર નથી મળી

બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની પૌત્રી નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda)એ હાલમાં જ ઈન્ટરવ્યુ દરમિયાન ફિલ્મોમાં કરિયર બનાવવા અંગે મોટો ખુલાસો કર્યો છે. નવ્યા નવેલીએ ઈન્ટરવ્યુમાં ફિલ્મોમાં પોતાનું કામ ન કરવાની વાત પણ કરી હતી. તેણે કહ્યું કે તેને એક્ટિંગની દુનિયામાં બિલકુલ રસ નથી. આ સાથે નવ્યાએ એ પણ ખુલાસો કર્યો કે તેને આજ સુધી કોઈ ફિલ્મની ઓફર કરવામાં આવી નથી.ઈન્ટરવ્યુ દરમિયાન ન
બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની પૌત્રી નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda)એ હાલમાં જ ઈન્ટરવ્યુ દરમિયાન ફિલ્મોમાં કરિયર બનાવવા અંગે મોટો ખુલાસો કર્યો છે. નવ્યા નવેલીએ ઈન્ટરવ્યુમાં ફિલ્મોમાં પોતાનું કામ ન કરવાની વાત પણ કરી હતી. તેણે કહ્યું કે તેને એક્ટિંગની દુનિયામાં બિલકુલ રસ નથી. આ સાથે નવ્યાએ એ પણ ખુલાસો કર્યો કે તેને આજ સુધી કોઈ ફિલ્મની ઓફર કરવામાં આવી નથી.ઈન્ટરવ્યુ દરમિયાન નવ્યા નવેલીએ કહ્યું, ‘સાચું કહું તો હું એક્ટિંગમાં બિલકુલ સારી નથી. મને લાગે છે કે મારે તે ન કરવું જોઈએ જેમાં હું સારી નથી. મારે તે કરવું જોઈએ જેના વિશે મને ખબર છે અને જે કરવું મને ગમે છે.ફિલ્મો એવી જગ્યા નથી કે જેના માટે હું પેશનેટ છું. મને લાગે છે કે મને જે ગમે છે તે હું કરી રહી છું. હું એક્ટિંગમાં બિલકુલ સારી નથી. મને લાગે છે કે હું અન્ય કોઈ ક્ષેત્રમાં સારી છું. મને લાગે છે કે હું તે કરી રહી છું જેમાં હું સારી છું. ઈન્ટરવ્યુ દરમિયાન નવ્યાએ આજ સુધી ફિલ્મોમાં કામ ન કરવાનો ખુલાસો કર્યો હતો. નવ્યાએ કહ્યું કે મને ખબર નથી કે લોકોને એવું કેમ લાગે છે કે મને ઘણી ફિલ્મોની ઓફર મળી હશે. મને આજ સુધી એક પણ ફિલ્મની ઓફર મળી નથી અને તે ખૂબ જ આશ્ચર્યજનક છે.નવ્યા નવેલી નંદા શ્વેતા બચ્ચનની દીકરી છે. નવ્યા નવેલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ઈન્સ્ટાગ્રામ પર તેની મજબૂત ફેન ફોલોઈંગ છે. તે અવારનવાર તેના ચાહકો સાથે વાતચીત કરે છે. આ સાથે, તે જે દિવસે પોડકાસ્ટ લાવે છે તે દિવસે તે ચર્ચામાં રહે છે. નવ્યા તેનો ફેમિલી બિઝનેસ પણ સંભાળી રહી છે. આ સાથે, તે ઓનલાઈન હેલ્થ કેર પ્લેટફોર્મ આરા હેલ્થની સંસ્થાપક પણ છે.


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter