+

Amit Shah : રામોત્સવ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ, જાણો વિગત

હાલ સમગ્ર દેશ રામભક્તિમાં લીન છે. આજે અયોધ્યમાં (Ayodhya) રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (Ram Mandir Pran Pratishtha Mohotsav) ઊજવાયો. વર્ષોના સંઘર્ષ બાદ આજે અયોધ્યામાં રામલલા રામમંદિરમાં બિરાજમાન થયા છે. આ…

હાલ સમગ્ર દેશ રામભક્તિમાં લીન છે. આજે અયોધ્યમાં (Ayodhya) રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (Ram Mandir Pran Pratishtha Mohotsav) ઊજવાયો. વર્ષોના સંઘર્ષ બાદ આજે અયોધ્યામાં રામલલા રામમંદિરમાં બિરાજમાન થયા છે. આ ઐતિહાસિક ક્ષણના દેશના સાધુ-સંતો, મહંતો, વિવિધ ક્ષેત્રની હસ્તીઓ, અયોધ્યાવાસી અને સમગ્ર દેશ અને વિદેશમાં રહેતા હિન્દુઓ સાક્ષી બન્યા છે. પીએમ મોદી, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi), રાજ્યપાલ આનંદીબેન પટેલ અને આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે સાધુ-સંતો સાથે પ્રાણ પ્રતિષ્ઠા પૂજાવિધિમાં ભાગ લીધો હતો. સમગ્ર દેશમાં રામભક્તોનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાતના પ્રવાસે આવવાના છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે ગુજરાતના પ્રવાસે આવવાના છે. માહિતી મુજબ, આજે સાંજે 7.30 વાગે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે. જ્યારે આવતીકાલે સવારે 10 વાગે અમિત શાહ તેમના લોકસભા કાર્યાલયના ઉદઘાટનમાં ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 11.30 કલાકે એનએફએસયુ ખાતે યોજાનારા એક કાર્યક્રમમાં હાજરી આપશે.

રાતે રાણીપમાં રામજી મંદિરે પહોંચશે

ત્યારબાદ બપોરે 3 કલાકે ભાવનગરના સોનગઢ ખાતે યોજનાર કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. રાતે 9 વાગે અમિત શાહ રાણીપ ખાતે આવેલા રામજી મંદિરે (RamTemple) ઉપસ્થિત રહેશે અને ભગવાન શ્રીરામના આશીર્વાદ લેશે. અહીં યોજાનારા કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત આપશે. ત્યારબાદ રાતે મોડે 12 વાગ્યે અમિત શાહ (Amit Shah) દિલ્હી પરત જવા રવાના થશે. એવી ચર્ચા પણ છે કે આ પ્રવાસ દરમિયાન અમિત શાહ પાર્ટીના આગેવાનો સાથે લોકસભાની ચૂંટણીને લઈ ચર્ચા કરવા મહત્ત્વની બેઠક પણ કરી શકે છે.

 

આ પણ વાંચો – રામમય બની Gujarat First ની ટીમ, રામભક્તિમાં સૌ કોઈ થયા મગ્ન

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter