+

Amit Shah road show : ઘાટલોડિયા, સાબરમતીમાં વિશાળ જનમેદની, ઢોલ-નગારા, ગીત-સંગીત અને પુષ્પવર્ષાથી ભવ્ય સ્વાગત

Amit Shah road show : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગર (Gandhinagar) લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના (BJP) ઉમેદવાર અમિત શાહે (Amit Shah) આજે સવારે સાણંદ (Sanand) અને…

Amit Shah road show : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગર (Gandhinagar) લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના (BJP) ઉમેદવાર અમિત શાહે (Amit Shah) આજે સવારે સાણંદ (Sanand) અને કલોલમાં (Kalol) મેગા રોડ શૉ યોજ્યા બાદ હવે સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુરમાં તેમનો ભવ્ય રોડ શૉ યોજાશે, જેની શરૂઆત થઈ ચૂકી છે. અમિત શાહના રોડ શૉમાં વિશાળ જનમેદની જોવા મળી રહી છે. લોકો દ્વારા અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, ગાંધીનગર સંસદીય વિસ્તારની 6 વિધાનસભામાં રોડ શૉનું આયોજન કરાયું છે. સવારથી સાંજ સુધી 6 તબક્કામાં રોડ શૉ યોજાઈ રહ્યો છે.

ગાંધીનગર (Gandhinagar) લોકસભા વિસ્તારમાં અમિત શાહનો પ્રચંડ પ્રચાર હાલ પણ યથાવત છે. ઘાટલોડિયા અને સાબરમતીમાં (Ghatlodia) શહેન’શાહ’નો મેગા શો યોજાઈ રહ્યો છે. આ વખતે ભાજપનું મિશન ‘400 પાર…સમર્થન અપાર..!’ છે. ઘાટલોડિયા અને સાબરમતી મતવિસ્તારમાં અમિત શાહના રોડ શૉને (Amit Shah road show ) લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. જ્યારે હવે મતવિસ્તારમાં અમિત શાહ પહોંચતા સ્થાનિક લોકો દ્વારા પુષ્પવર્ષાથી તેમનું ભવ્ય સ્વાગત કરાયું. વિવિધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક નૃત્ય અને ગીત-સંગીતની પ્રસ્તુતિ પણ કરવામાં આવી. રોડ શૉના માધ્યમથી અમિત શાહ લોકોનો અભિવાદન ઝીલ્યું.

સાણંદમાં રોડ શૉ દરમિયાન કહી આ વાત

આ પહેલા સાણંદમાં (Sanand) રોડ શૉ દરમિયાન જનમેદનીને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું હતું કે, મિત્રો આવતીકાલે, આપ સૌનાં આશીર્વાદથી ગાંધીનગર લોકસભા ક્ષેત્રનાં તમારા જનપ્રતિનિધિ તરીકે મારી ઉમેદવાદી નોંધાવા જઈ રહ્યો છું. મારી સાણંદના સૌ મતદાતાઓને વિનંતી છે કે પીએમ નરેન્દ્રભાઈ મોદીના (PM Narendra Modi) હાથ મજબૂત કરવા માટે, આપણા નરેન્દ્રભાઈને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા માટે અને 400 પાર કરવા માટે ગાંધીનગર લોકસભામાં કમળને ફરી એકવાર જંગી બહુમતીથી વિજય બનાવો તેવી જ અપેક્ષા છે. જણાવી દઈએ કે, 19મી એપ્રિલ એટલે કે આવતીકાલે ગાંધીનગર ખાતે વિજય મુહૂર્તમાં બપોરે 12:39 કલાકે અમિત શાહ ઉમેદવારી પત્ર ભરશે.

ગુજરાત ફર્સ્ટ સાથે કરી વાત

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી Amit Shah સાથે ગુજરાત ફર્સ્ટના (Gujarat First) રિપોર્ટર નિકુંજ જાનીએ વાત કરી હતી. ગુજરાત ફર્સ્ટના રિપોર્ટરે સવાલ કર્યો કે, અમિતભાઈ ક્યા એવા મુદ્દા લાગે છે કે, જેના આધાર જનતા BJP ને 400 પાર લઈ જશે અને જીતાડશે. આનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘હું ઉત્તર-દક્ષિણ, પૂર્વ-પશ્ચિમ સહિત સમગ્ર ભારતભરનો પ્રવાસ કરીને છેલ્લે ગુજરાતમાં આવ્યો છું. સમગ્ર દેશમાં 400 પારના નારાને સફળ કરવાનો ઉત્સાહ જનતાની અંદર દેખાય છે.’ નોંધનીય છે કે, અમિત શાહ છેલ્લા ઘણા દિવસથી ભારતભરનો પ્રવાસ કરી રહ્યા છે, જેના આધારે તેમણે કહ્યું કે, ભારતના લોકો બીજેપીને 400 પાર લઈ જશે અને જંગી બહુમતીથી જીતાડશે.

જાણો આગળના કાર્યક્રમ

ઘાટલોડિયા અને રાણીપમાં (Ranip) રોડ શૉ યોજ્યા બાદ અમિત શાહ સાંજે 5.30 કલાકે નારણપુરામાં (Naranpura) રોડ શૉ કરશે. ત્યાર બાદ સાંજે 6.30 કલાકે વેજલપુરના (Vejalpur) જીવરાજ પાર્ક ખાતે રોડ શૉનું આયોજન કરાયું છે. જ્યારે, રોડ-શૉના બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી સભા કરશે અને 19 એપ્રિલ, 2024, શુક્રવાર, બપોરે 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે.

આ પણ વાંચો – Amit Shah: સાણંદમાં રોડ શો દરમિયાન અમિત શાહનો પ્રચંડ પ્રચાર, જનમેદનીને કર્યું સંબોધન

આ પણ વાંચો – ગુજરાત ફર્સ્ટ સાથે અમિત શાહની Exclusive વાતચીત, શહેન‘શાહ’નો હુંકાર ‘અબ કી બાર 400 પાર’

આ પણ વાંચો – Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મેગા રોડ શોનો પ્રારંભ, ગુજરાત પોલીસનો લોખંડી બંદોબસ્ત

Whatsapp share
facebook twitter