+

SAM PITRODA ના નિવેદનથી ભડક્યા કેન્દ્રીય ગૃહમંત્રી AMIT SHAH, કોંગ્રેસ વિશે કહી દીધી આ વાત

SAM PITRODA CONTROVERSY AMIT SHAH : સામ પિત્રોડાએ વિરાસત ટેક્સ મુદ્દે પોતાનું વિવાદિત નિવેદન આપ્યું હતું. સામ પિત્રોડાના( SAM PITRODA ) આ વિવાદાસ્પદ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીએ તેમનો ઘેરાવો…

SAM PITRODA CONTROVERSY AMIT SHAH : સામ પિત્રોડાએ વિરાસત ટેક્સ મુદ્દે પોતાનું વિવાદિત નિવેદન આપ્યું હતું. સામ પિત્રોડાના( SAM PITRODA ) આ વિવાદાસ્પદ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીએ તેમનો ઘેરાવો કર્યો હતો. વધુમાં આ નિવેદન મુદ્દે કોંગ્રેસે પણ પોતાના હાથ ખંખેરી લીધા હતા. કોંગ્રેસના નેતા જયરામ રવિએ સ્પષ્ટીકરણ આપતા X ઉપર લખ્યું હતું કે, “દરેક વ્યક્તિને પોતાના અંગત વિચારોની ચર્ચા કરવાની અને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે. પરંતુ આનો અર્થ એ નથી કે પિત્રોડાના વિચારો હંમેશા કોંગ્રેસના વિચારો સાથે મેળ ખાય. ”

“સામ પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસનો ઈરાદો સ્પષ્ટ થઈ ગયો” – કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 

હવે આ મુદ્દે નવો ઉકળાટ આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના વિચારો રજૂ કરીને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા છે. અમિત શાહે કોંગ્રેસ ઉપર શાબ્દિક હુમલો કરતાં કહ્યું છે કે – “આજે સામ પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસનો ઈરાદો દેશ સમક્ષ સ્પષ્ટ થઈ ગયો છે.” અમિત શાહે કહ્યું હતું કે,”સામ પિત્રોડાની ટિપ્પણી બાદ કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણપણે ખુલ્લી પડી ગઈ છે. મનમોહન સિંહનું જૂનું નિવેદન જે કોંગ્રેસનો વારસો છે કે દેશના સંશાધનો પર લઘુમતીઓનો પ્રથમ અધિકાર છે, અને હવે સામ પિત્રોડાની ટિપ્પણી US ને ટાંકીને જે કરવામાં આવી છે તેના પર ચર્ચા થવી જોઈએ. સંપત્તિની વહેંચણીના મુદ્દે જ્યારે પીએમ મોદીએ આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને સમગ્ર કોંગ્રેસ પાર્ટી બેકફૂટ પર છે કે આ તેમનો હેતુ ક્યારેય નહોતો.

પરંતુ આજે સામ પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસનો ઈરાદો દેશ સમક્ષ સ્પષ્ટ થઈ ગયો છે. તેઓ દેશના લોકોની ખાનગી સંપત્તિનો સર્વે કરીને તેને સરકારી મિલકતમાં મૂકવા અને UPA ના શાસનકાળમાં નિર્ણય મુજબ વહેંચવા માગે છે. કોંગ્રેસે કાં તો તેને તેમના મેનિફેસ્ટોમાંથી પાછું ખેંચી લેવું જોઈએ અથવા સ્વીકારવું જોઈએ કે તે ખરેખર તેમનો ઈરાદો છે… અમિત શાહે પોતાની વાતમાં આ પણ ઉમેર્યું હતું કે, હું ઈચ્છું છું કે લોકો સામ પિત્રોડાના નિવેદનને ગંભીરતાથી લે. તેમનો ઈરાદો હવે ખુલ્લેઆમ છે, તેની નોંધ લોકોએ લેવી જોઈએ. 

શું કહ્યું હતું સામ પિત્રોડાએ? 

સામ પિત્રોડાએ વિરાસત ટેક્સ મુદ્દે પોતાનું વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું  કે, અમેરિકામાં વારસાગત ટેક્સ છે. યુએસ સરકાર વારસાગત ટેક્સ 55 ટકા લે છે. જો કોઈ વ્યક્તિ પાસે 100 મિલિયન ડોલરની સંપત્તિ છે. તેમના મૃત્યુ પછી, 45 ટકા મિલકત તેમના બાળકોને ટ્રાન્સફર કરવામાં આવે છે જ્યારે 55 ટકા મિલકત સરકારની માલિકી બની જાય છે.

તેમણે કહ્યું કે આ ખૂબ જ રસપ્રદ કાયદો છે. આ હેઠળ, એવી જોગવાઈ છે કે તમે તમારા જીવનમાં ઘણી સંપત્તિ બનાવી છે અને તમારા મૃત્યુ પછી, તમારે તમારી સંપત્તિ લોકો માટે છોડી દેવી જોઈએ. આખી મિલકત નહીં પણ અડધી, જે મને યોગ્ય લાગે છે. પરંતુ ભારતમાં એવો કોઈ કાયદો નથી. જો અહીં કોઈની પાસે 10 અબજ રૂપિયાની સંપત્તિ છે. તેના મૃત્યુ પછી, તેના બાળકોને તેની બધી મિલકત મળી જાય છે, જનતા માટે કંઈ જ બચ્યું નથી. મને લાગે છે કે લોકોએ આવા મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ. મને ખબર નથી કે આ ચર્ચાનું પરિણામ શું આવશે. અમે નવી નીતિઓ અને નવા કાર્યક્રમો વિશે વાત કરી રહ્યા છીએ, જે માત્ર અમીરોના હિતમાં નહીં પણ લોકોના હિતમાં હોવા જોઈએ.

સામ પિત્રોડાએ કહ્યું કે, રાહુલ ગાંધી કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં અમીરોની સંપત્તિની વહેંચણીનો કોઈ ઉલ્લેખ નથી. તેના બદલે એવું કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી એવી નીતિ બનાવશે જેનાથી સંપત્તિનું સમાન વિતરણ થશે. ઉદાહરણ તરીકે, ભારતમાં કોઈ લઘુત્તમ વેતન નથી. આજે શું થઈ રહ્યું છે કે શ્રીમંત લોકો પટાવાળાઓને પૂરતો પગાર આપતા નથી અથવા તેમના ઘરની મદદ કરતા નથી પરંતુ તેઓ તે પૈસા દુબઈ અથવા લંડનમાં ખર્ચે છે. જ્યારે તમે સંપત્તિની વહેંચણીની વાત કરો છો, ત્યારે એવું નથી કે તમે બેસીને કહો છો કે મારી પાસે આટલા પૈસા છે અને હું તેને બધામાં વહેંચી દઈશ. આ પ્રકારની વિચારસરણી નકામી છે.

આ પણ વાંચો : SAM PITRODA મુદ્દે હવે કોંગ્રેસે હાથ ખંખેરી લીધા, કહ્યું PM મોદીના ચૂંટણી પ્રચારથી..

Whatsapp share
facebook twitter