+

અપહરણની ઘટના અંગે અમિત ચાવડાએ CM ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો

અહેવાલ – વિશ્વાસ ભોજાણી | અમિત ચાવડા  : ગોંડલ નગરપાલિકાના ડોર ટુ ડોર કચરા કલેક્શનના ટેન્ડર પ્રકરણમા સુરતના કોન્ટ્રાક્ટર બીપીનસિંહ પીલુદરીયાનું અપહરણ કરી ગોંધી રાખી માર મારવાની કથીત ચકચારી ઘટનામા વિધાનસભાના…
અહેવાલ – વિશ્વાસ ભોજાણી | અમિત ચાવડા  : ગોંડલ નગરપાલિકાના ડોર ટુ ડોર કચરા કલેક્શનના ટેન્ડર પ્રકરણમા સુરતના કોન્ટ્રાક્ટર બીપીનસિંહ પીલુદરીયાનું અપહરણ કરી ગોંધી રાખી માર મારવાની કથીત ચકચારી ઘટનામા વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયને લેખીત રજુઆત કરી.

અમિત ચાવડા એ કરી લેખિત રજૂઆત 

આ લેખીત રજુઆતમાં જણાવ્યું કે, કોન્ટ્રાક્ટર બીપીનસિંહ પીલુદરીયાનું કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા,સદસ્ય ચંદુભાઈ ડાભી સહીતનાએ અપહરણ કરી બંગલામા ગોંધી રાખી માર માર્યાની ઘટનામા બીપીનસિંહ દ્વારા પોલીસમા લેખીત ફરિયાદ તથા સ્ટેટમેન્ટ આપવા છતા રાજકીય દબાણને કારણે એફઆઈઆર નોંધવામાં આવી નથી. તો તાત્કાલિક એફઆઈઆર નોંધવા બનાવમા કડક પોલીસ કાર્યવાહી કરવા તથા અરજદારોને પોલીસ રક્ષણ પુરુ પાડવા જણાવ્યુ હતું.
અમિત ચાવડા

અમિત ચાવડા

અમીત ચાવડાએ શહેરી વિકાસના અગ્ર સચીવ અશ્ર્વીની કુમારને કરેલી રજુઆતમા નગરપાલિકાના વિવાદી બનેલા ચિફ ઓફિસર અશ્ર્વીન વ્યાસને સસ્પેન્ડ કરવા માંગ કરી જણાવ્યું કે, ગોંડલના પુલ અગે તત્કાલ મજબુત કરવા હાઇકોર્ટનો નિર્દેશ હોવા છતા કોઇ કામગીરી કરવાને બદલે ગેરકાયદેસર રીતે ખાનગી કંપનીને વર્ક ઓર્ડર આપી દેવાયો હતો. ઉપરાંત હાઇકોર્ટમાં પીટીશન પડતર હતી તે દરમિયાન નગરપાલિકાની કરોડોની રકમ ગેરવલ્લે વાપરી છે.
અમિત ચાવડા

અમિત ચાવડા

વિવાદી બનેલા ચિફ ઓફિસર વ્યાસને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તા.૨૩\૧૧\૨૩ ના શોકોઝ નોટિસ અપાઇ છે. તેની મુદત પુર્ણ થવા છતા વ્યાસને સસ્પેન્ડ કરાયા નથી.આ સમયગાળામા જ ચિફ ઓફિસર વ્યાસે કોન્ટ્રાક્ટર બીપીનસિંહ પીલુદરીયાના અપહરણ બાદ ગાડીમા બેસાડી પ્રગટેશ્વર ઝેરોક્ષની દુકાને જબરદસ્તીથી નોટરી કરાવી પરત બંગલે લઈ આવેલા ચાલુ ફરજે તેમણે આ કૃત્ય કર્યુ હોય વધુમાં ફરજ દરમિયાન ગેરરીતીઓ અને બેદરકારી દાખવી હોય સસ્પેન્ડ કરવા જણાવ્યું હતું.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter