+

ભારત-કેનેડાના વણસેલા સંબંધો વચ્ચે વિશ્વ ઉમિયાધામ કેનેડામાં ગુજરાતી વિદ્યાર્થીઓની વહારે

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ  વિશ્વ ઉમિયાધામ – અમદાવાદે ગુજરાતમાંથી કેનેડામાં અભ્યાસ અર્થે જતા વિધાર્થીઓને મદદરૂપ થવા અભિયાન શરૂ કર્યું છે જે અંતર્ગત અત્યાર સુધીમાં ૧૫૦૦ થી વધારે વિદ્યાર્થીઓને મદદ આપવામાં…

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ 

વિશ્વ ઉમિયાધામ – અમદાવાદે ગુજરાતમાંથી કેનેડામાં અભ્યાસ અર્થે જતા વિધાર્થીઓને મદદરૂપ થવા અભિયાન શરૂ કર્યું છે જે અંતર્ગત અત્યાર સુધીમાં ૧૫૦૦ થી વધારે વિદ્યાર્થીઓને મદદ આપવામાં આવી છે..આ સાથે તેમના પરિવારજનો,  નજીકના સગાં – સ્નેહી મિત્રો માટે મદદરૂપ થવા હેલ્પ લાઈન પણ શરૂ કરી છે. વિશ્વ ઉમિયાધામ દ્વારા કેટલીક મહત્વની ગાઇડલાઇન્સ સૂચનો જાહેર કરવામાં આવ્યા છે.

કેનેડામાં હાલમાં ચાલી રહેલી ભારત વિરોધી ગતિવિધીઓ અંતર્ગત કેનેડામાં અભ્યાસ અર્થે ગયેલા તમામ ભારતીય વિધાર્થીઓએ નીચેના સૂચનો અંતર્ગત સતર્ક રહેવા ખાસ તાકીદ કરવામાં આવે છે.

 

(૧) કેનેડાના એવા સ્થળો કે જ્યાં કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિઓ થતી હોય કે વ્યસની લોકોની અવર-જવર થતી હોય તેવા સંભવિત સ્થળો તેમજ બીચ જેવા વિવિધ પીકનીક પોઈન્ટો ઉપર ન જવા તાકીદ કરવામાં આવે છે. ખાસ કરીને રાત્રિના સમયે તો કોઈપણ સંજોગોમાં જવું નહીં.

 

(ર) કેનેડામાં અભ્યાસ અર્થે ગયેલ વિધાર્થીઓએ ભારત સરકારની પોર્ટલ madad.gov.in પર જઈ ભારતના કોન્સ્યુલેટ જનરલમાં નોંધણી કરાવવી જેથી કરીને મુશ્કેલી કે આપત્તિ સમયમાં મદદ મળી શકે અને સંસ્થા સરકારશ્રી સાથે સંપર્કમાં રહી જરૂરી મદદ કરવામાં સહાયભૂત થઈ શકે,

 

(૩) જ્યારે પણ તમો કોઈ વિપરીત પરિસ્થિતિમાં મુકાયા હોય કે અપ્રિય ઘટનાના ભોગ બન્યા હોય કે સાક્ષી બન્યા હોય તેવા સંજોગોમાં નજદીકી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો તેમજ તે ઉપરાંત નીચે આપેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, કેનેડાના પ્રતિનિધિઓનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

 

(૪) ગુજરાતના કોઈપણ વિદ્યાર્થી જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં મુકાયા હોય ત્યારે સંસ્થાના VUF New Commers Help Group તેમજ કેનેડાના જે તે સીટીના બનાવેલ વોટ્સએપ ગ્રુપમાં તેની વિગત પોસ્ટ કરવા જણાવવામાં આવે છે. જેથી કરીને પરસ્પર મદદરૂપ થવામાં સરળતા થાય.

 

(૫) સંજોગોવશાત્ કેનેડાના પ્રતિનિધિઓનો સંપર્ક ન થઈ શકે તો વિશ્વ ઉમિયાધામ – જાસપુર, અમદાવાદ,કાર્યાલયનો સંપર્ક અવશ્ય કરશો. સંપર્ક નંબર + ૯૧ ૭૨૦૨૦ ૮૦રરર | ૩૩૩

 

(૬) આ ઉપરાંત એવી પ્રવૃત્તિ કે જેના કારણે કોઈ ચોક્ક્સ વર્ગના લોકોના શોષણનો ભોગ બનવાનો સમય આવે એવી પ્રવૃત્તિમાં સામેલ ન થવા જણાવવામાં આવે છે.

 

Whatsapp share
facebook twitter