+

રાજકીય નિવૃત્તિની અટકળો વચ્ચે સોનિયા ગાંધીએ કહ્યું- ક્યારેય નિવૃત્તિ લીધી નથી અને ક્યારેય લેશે પણ નહીં

સોનિયા ગાંધી રાજકારણમાંથી નિવૃત્ત થઇ રહ્યા છે કે કેમ? તે અંગે ખૂબ જ ચર્ચાઓને વેગ મળી ચુક્યું છે. પરંતુ આ વચ્ચે હવે કોંગ્રેસના નેતાએ તમામ અટકળોને વિરામ આપી દીધો છે. 85માં રાષ્ટ્રીય અધિવેશનના ત્રીજા દિવસે લાંબાએ મંચ પરથી કોંગ્રેસ નેતા અલકા લાંબાએ તમામ અટકળો પર વિરામ આપતા કહ્યું કે, સોનિયા ગાંધી વિશે મીડિયામાં કેટલાક સમાચાર ચાલી રહ્યા છે. આ અંગે મેં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે વાત
સોનિયા ગાંધી રાજકારણમાંથી નિવૃત્ત થઇ રહ્યા છે કે કેમ? તે અંગે ખૂબ જ ચર્ચાઓને વેગ મળી ચુક્યું છે. પરંતુ આ વચ્ચે હવે કોંગ્રેસના નેતાએ તમામ અટકળોને વિરામ આપી દીધો છે. 85માં રાષ્ટ્રીય અધિવેશનના ત્રીજા દિવસે લાંબાએ મંચ પરથી કોંગ્રેસ નેતા અલકા લાંબાએ તમામ અટકળો પર વિરામ આપતા કહ્યું કે, સોનિયા ગાંધી વિશે મીડિયામાં કેટલાક સમાચાર ચાલી રહ્યા છે. આ અંગે મેં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે વાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ક્યારેય નિવૃત્ત થયા નથી અને ક્યારેય નિવૃત્ત થશે નહીં. 
ક્યારેય નિવૃત્તિ લીધી નથી અને ભવિષ્યમાં પણ નહીં લઉ : સોનિયા ગાંધી
દેશભરમાં એવી ચર્ચા ચાલી રહી છે કે UPA અધ્યક્ષ અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી 2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની રાજનીતિમાંથી નિવૃત્તિ લઈ શકે છે, જોકે કોંગ્રેસ પાર્ટી સોનિયાના નિવેદનનો અલગ અર્થ કાઢી રહી છે. આ પહેલા કુમારી સેલજાએ કહ્યું હતું કે સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદની વાત કરી રહ્યા હતા, જે હવે મલ્લિકાર્જુન ખડગે પાસે છે. હવે આ કડીમાં કોંગ્રેસ નેતા અલકા લાંબાએ પોતાનું મૌન તોડ્યું છે. તેમણે ખુલાસો કર્યો કે સોનિયા ગાંધીએ પોતે તેમને તેમની ભાવિ યોજના જણાવી હતી. રવિવારે છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આયોજિત કોંગ્રેસના 85માં રાષ્ટ્રીય અધિવેશનના છેલ્લા દિવસે ઘણા નેતાઓએ સભાને સંબોધિત કરી, જ્યારે અલકા લાંબાએ પણ પોતાની વાત રાખી. 
કોંગ્રેસ નતા અલકા લાંબાએ શું કહ્યું?
કોંગ્રેસ નેતા અલકા લાંબાએ સત્ર દરમિયાન છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના કામોની પ્રશંસા કરી હતી. આ સિવાય તેમણે કહ્યું કે, ગઈકાલથી મીડિયામાં સમાચાર આવી રહ્યા છે કે સોનિયા ગાંધી રાજનીતિમાંથી સંન્યાસ લેવા જઈ રહ્યા છે, આ અફવા બંધ થવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસને છેલ્લા બે દાયકાથી સોનિયા ગાંધી પાસેથી માર્ગદર્શન મળી રહ્યું છે અને ભવિષ્યમાં પણ મળતું રહેશે કારણ કે તેઓ ક્યારેય નિવૃત્ત થયા નથી અને ક્યારેય નિવૃત્ત થશે પણ નહીં. અલકા લાંબાએ કહ્યું કે સોનિયા ગાંધી રાજકારણમાંથી સંન્યાસ લેવાના નથી. અલકાએ કહ્યું, ‘મેં મીડિયામાં સતત ચાલી રહેલી તેમની રાજનીતિમાંથી નિવૃત્તિના સમાચાર સંબંધિત તેમને જણાવ્યું તો, તેઓ હસી પડ્યા અને કહ્યું કે મેં ક્યારેય નિવૃત્તિ લીધી નથી અને ભવિષ્યમાં પણ નહીં લઉ.’
સોનિયા ગાંધીએ શું કહ્યું હતું ? 
સોનિયા ગાંધી પર અલકા લાંબાનું આ નિવેદન એટલા માટે આવ્યું છે કારણ કે સોનિયા ગાંધીએ શનિવારે પોતાના ભાવુક ભાષણ દરમિયાન ભારત જોડો યાત્રા સાથે પોતાની ઇનિંગના અંતનો ઉલ્લેખ કર્યો હતો. તેમના આ નિવેદન બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે સોનિયા હવે રાજકારણમાંથી સંન્યાસ લેવા જઈ રહ્યા છે. આ ચર્ચાઓને રોકવા માટે જ અલકા લાંબાનું નિવેદન આવ્યું છે. વળી પાર્ટીના વડા તરીકેના તેમના કાર્યકાળનો ઉલ્લેખ કરતા, તેમણે શનિવારે કહ્યું કે તેઓ ‘ભારત જોડો યાત્રા’ સાથે તેમની ઇનિંગ્સનો અંત લાવી શકે છે. તેમણે પક્ષની 85મી કોંગ્રેસમાં ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. તેમના નિવેદનને મીડિયાના એક વિભાગમાં ‘રાજકારણમાંથી નિવૃત્તિ’ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું, જેને પક્ષે નકારી કાઢ્યું હતું. જ્યારે સોનિયા ગાંધીની ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે કોંગ્રેસ મહાસચિવ કુમારી સેલજાએ કહ્યું કે સોનિયા જીની ટિપ્પણીનો અર્થ અધ્યક્ષ પદની ઇનિંગ પૂર્ણ કરવાનો છે, રાજકારણમાંથી ઇનિંગ્સ પૂર્ણ કરવા વિશે નહીં.
ભાજપની પ્રતિક્રિયા
ભાજપ સરકાર દ્વારા તમામ સંસ્થાઓ પર કબજો કરવા અંગેના તેમના નિવેદન માટે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની ટીકા કરતા, કેન્દ્રમાં શાસક પક્ષે કહ્યું કે આ સંસ્થાઓની સ્વાયત્તતા અને સંસ્થાકીય સન્માન પર હુમલો છે. ભાજપના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે નવા રાયપુરમાં તેમની પાર્ટીના સંમેલનમાં ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આપેલું ભાષણ નિરાશાજનક છે અને તે અહેસાસનો અભાવ છે કે વિરોધ પક્ષની અપીલ આટલી મર્યાદિત કેમ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter