Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમેરિકા બરફના તોફાનની ઝપટમાં, 1300થી વધુ ફ્લાઈટ્સ રદ, લોકોની અવરજવર મુશ્કેલ

05:49 AM Apr 18, 2023 | Vipul Pandya

અમેરિકા (US)માં બરફના તોફાનનો કહેર વધી રહ્યો છે. વાવાઝોડાએ પશ્ચિમ અને મધ્ય રાજ્યોને લપેટમાં લીધા છે. આ કારણે એરલાઈન્સે 1,300થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરી છે, જ્યારે 2,000થી વધુ ફ્લાઈટ્સ લેટ પડી છે. બરફના તોફાનના કારણે લોકોને અવરજવર કરવી મુશ્કેલ બની ગઈ છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ મંગળવારે ટ્વિટ કર્યું હતું કે ખરાબ હવામાનને કારણે આ અઠવાડિયે ગ્રેટ લેક્સ અને સધર્ન પ્લેન્સમાં મિનેસોટા અને અન્ય રાજ્યોમાં ફ્લાઈટ વિલંબ અથવા રદ થઈ શકે છે.

યુએસ નેશનલ વેધર સર્વિસે તેની આગાહીમાં જણાવ્યું હતું કે બે ઇંચ પ્રતિ કલાકની ઝડપે બરફ પડી રહ્યો છે અને તેજ પવનો ઉત્તરીય મેદાનો અને અપર મિડવેસ્ટના ભાગોમાં સ્થિતિ વધુ ખરાબ કરી શકે છે. જે મુસાફરીને ખૂબ જ મુશ્કેલ બનાવશે. મીડિયાએ અહેવાલ અનુસાર સ્થાનિક એરલાઇન સ્કાયવેસ્ટ ઇન્કે 312 ફ્લાઇટ્સ રદ કરી હતી, જ્યારે સાઉથવેસ્ટ એરલાઇન્સે 248 અને ડેલ્ટા એરલાઇન્સે ખરાબ હવામાનને કારણે 246 રદ કરી હતી. સાઉથવેસ્ટ અને ડેલ્ટા એરલાઈન્સે એક નિવેદનમાં જણાવ્યું કે તેઓ તોફાન પર નજર રાખી રહ્યા છે.

80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાનેશનલ વેધર સર્વિસે કહ્યું છે કે ઘણા ભાગોમાં 55 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ભારે હિમવર્ષા થશે. આ ખુલ્લા વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે. જોખમોને ધ્યાનમાં રાખીને લોકોને માત્ર ઈમરજન્સીની સ્થિતિમાં જ મુસાફરી કરવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે વાહનમાં વધારાની ટોર્ચ, ખોરાક અને પાણી રાખવા માટે કહેવામાં આવ્યું છે.

તાપમાનમાં રેકોર્ડ ઘટાડોહિમવર્ષાના કારણે કેટલાક ભાગોમાં તાપમાન -50F (-45°C) જેટલું ઓછું થવાની ધારણા છે. ઉત્તરીય રાજ્યોમાં કેટલાક ભાગોમાં બે ફૂટ સુધી બરફ પડવાની આગાહી છે. આ વિસ્તારોમાં 30 વર્ષમાં સૌથી વધુ હિમવર્ષા થઈ શકે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.