Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમેલિયા કેરની તોફાની બેટિંગ, ભારતીય ટીમની સતત બીજી વનડેમાં હાર

07:00 AM Apr 29, 2023 | Vipul Pandya

ભારત અને ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે બીજી વન-ડે મેચ રમાઇ હતી,
જેમા ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં ભારતીય મહિલા ટીમે પહેલા
બેટિંગ કરતા 270 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની
ટીમે આ સ્કોરને મેળવી ભારતીય ટીમને હારનો સ્વાદ ચખાડ્યો હતો.


ઓપનિંગ જોડીએ કરી તાબડતોડ બેટિંગ

બીજી વન-ડે મેચમાં ટોસ જીતીને ભારતીય મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ
કર્યુ હતું. જો કે શરૂઆતમાં ભારતે તાબડતોડ બેટિંગ કરી ટીમનો સ્કોર ઝડપથી વધાર્યો
હતો. ભારતની ઓપનિંગ જોડી શેફાલી વર્મા અને સભીનેની મેઘનાએ પહેલા વિકેટનાં નુકસાન
પર 11.1 ઓવરમાં 61 રન ટીમ માટે જોડ્યા હતા.
જે બાદ ટીમને શેફાલી
વર્મા તરીકે પહેલો ઝટકો લાગ્યો હતો. શેફાલી 24 રન બનાવીને આઉટ થઈ હતી જ્યારે મેઘનાએ
50 બોલમાં 49 રનની ઈનિંગ રમી હતી. મિડલ ઓર્ડરમાં યાસ્તિકા ભાટિયાએ પણ 31 રનનું યોગદાન
આપ્યું હતું.



સારી શરૂઆત બાદ ટીમ લથડાઇ

શરૂઆત સારી રહ્યા બાદ અચાનક ટીમ લથડાઇ રહી હોય તેવો નજારો જોવા મળ્યો હતો. 61
રને પહેલી વિકેટ પડ્યા બાદ ટીમને 135 રન સુધી પહોંચતા 4 વિકેટ પડી ગઇ હતી. આ પછી કેપ્ટન
મિતાલી રાજ અને વિકેટ કીપર બેટ્સમેન (
Batter) રિચા ઘોષે 108 રનની જબરદસ્ત ભાગીદારી કરીને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી હતી.
રિચા ઘોષે 64 બોલમાં 65 રનની શાનદાર ઇનિંગ રમી હતી. મિતાલી રાજ 81 બોલમાં 66 રન બનાવીને
અણનમ રહી અને આ તેની સતત બીજી અડધી સદી હતી.


લક્ષ્યનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની શરૂઆત રહી ખરાબ

ભારતીય ટીમનાં 270 રનનાં સ્કોરને મેળવવા માટે
ન્યૂઝીલેન્ડની ટીમની ઓપનિંગ જોડી મેદાનમાં ઉતરી પણ તેની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે
55 રન સુધી પોતાની 3 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. ન્યૂઝીલેન્ડની કેપ્ટન એમી સેધરવેટ
ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગઇ હતી. જે બાદ ભારતીય ટીમ ઘણી ઉત્સાહમાં દેખાઇ રહી
હતી. પરંતુ તેમની ખુશી થોડી ક્ષણોની હતી. ન્યૂઝીલેન્ડની 3 વિકેટ પડી ગયા બાદ મેડી ગ્રીન
અને અમેલિયા કેર વચ્ચે ચોથી વિકેટ માટે 128 રનની જબરદસ્ત ભાગીદારી થઈ હતી. 



મેડી ગ્રીને
61 બોલમાં 52 રન બનાવ્યા હતા. કેટી માર્ટિને પણ નીચલા ક્રમમાં 20 રન બનાવ્યા હતા. અમેલિયા
કેરે 135 બોલમાં 119 રનની અણનમ ઇનિંગ રમીને પોતાની ટીમને જીત અપાવી હતી.
ન્યૂઝીલેન્ડની ટીમે પોતાની 7 વિકેટ ગુમાવીને અંતે 271 રનનો સ્કોર મેળવી ટીમ
ઈન્ડિયાને હારનો સ્વાદ ચખાડ્યો હતો. મેચમાં ભારતીય ટીમ તરફથી દીપ્તિ શર્માએ 4 વિકેટ
ઝડપી હતી.