Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

25મી ડિસેમ્બરે કોરોના ગાઈડલાઈન્સ સાથે કાંકરિયા કાર્નિવલ યોજવા AMCની તૈયારીઓ

05:22 AM Apr 20, 2023 | Vipul Pandya

કોરોનાનાં કેસો વધી રહ્યા છે તેમ છત્તા કૉર્પોરેશન દ્વારા કાર્નિવલ નું આયોજન કરવા માં આવશે. કાર્નિવલ માટે દશ કરોડનો વિમો પણ લેવામાં આવ્યો છે..આ વખતે આઝાદીકા અમૃત મહોત્સવ થીમ પર કાર્નિવલનું આયોજન કરવામાં આવશે. 

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ કાર્નિવલનો પ્રારંભ કરાવશે
કોરોનાને કારણે બે વર્ષ બાદ આ વર્ષે કોરોના ની દહેશત વચ્ચે  મહાનગરપાલિકાએ કાર્નિવલ નું રંગારંગ આયોજન કર્યું છે.હાલ નાં વડાપ્રધાનશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2008માં કાર્નિવલ નો પ્રારંભ કરાયો હતો..જે 2019 સુધી અવિરત ચાલતો આવ્યો કોરોના ના બે વર્ષ બાદ હવે ફરી અમદાવાદ મહાનગરપાલિકા કાર્નિવલ યોજવા જઈ રહી છે.મુખ્યમંત્રીશ્રી દ્વારા તેનું ઉદ્ઘાટન 25 તારીખ ના રોજ કરવામાં આવશે. કાર્નિવલ માં ત્રણ સ્ટેજ પર વિવિધ કાર્યક્રમ યોજવાના છે.

આગામી 25 થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાનારા કાર્નિવલ ની વાત કરીએ તો કાંકરિયા કાર્નિવલ નાં પ્રારંભ માં ગાંધી બ્રિજ થી અટલ બ્રિજ નાં શીર્ષક હેઠળ કાર્યક્રમ રજૂ કરવામાં આવશે જેમાં આઝાદી સાથેના પ્રસંગોને આવરી લઈ દેશ તથા ગુજરત નાં વિકાસ ની ગાથા રજૂ કરવામાં આવશે.આદિત્ય ગઢવી ,સાઇરમ દવે,કાજલ મહેરીયા,ભૌમિક સાહ જેવા કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે.બાળ નગરીમાં બાળકો માટેની વિવિધ એક્ટિવ મ્યુનિસિપલ શાળાનાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ,ડોગ શો અને હોર્શ શો,લાઇવ કેરેક્ટર્સ,યોગા એરોબિક્સ,ફૂડ ફેસ્ટિવલ આયોજ કારમાં આવ્યું  છે. 
સમગ્ર કાકરીયા પરિસરમાં સીસીટીવી કેમેરા
કાર્નિવલમાં મોટી સંખ્યામાં લોકો આવે છે..નાગરિકોની સુરક્ષાના હેતુસર અલગ અલગ જગ્યા ઉપર સમગ્ર કાકરીયા પરિસરમાં સીસીટીવી કેમેરા પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવશે. આ ઉપરાંત અલગ પોલીસ કંટ્રોલરૂમ પણ ઉભો કરવામાં આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.